Parabdham Ashadhi Bij Mela: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પંથકમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે દર વર્ષની જેમ આશરે 500થી વધુ વર્ષોથી આયોજિત થતો અષાઢી બીજનો મેળો એટલે કે, સ્યંભૂ મેળો યોજાવવાનો છે, આથી અષાઢી બીજના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળો તા. 15 અને 16 જુલાઈ એમ બે દિવસ યોજાશે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બીજના મેળાના દર્શન કરવા અને સતદેવીદાસ અમર દેવીદાસ અને પૂજ્ય અમરમાની સમાધિના દર્શનાર્થે આવે છે. પરબના મેળા નામે આ મેળો ખુબ લોકપ્રિય છે. નાના બાળકોાં આ મેળાને લઈને ભારે ઉત્સાહ હોય છે.
અષાઢી બીજના પરબના મેળામાં ભક્તો માટે આયોજન:
આ પણ વાંચો
- 15 હજારથી વધુ સ્વયંસેવકો ભક્તોની સેવા માટે ખડે પગે રહેશે.
- 50થી વધારે ટ્રેક્ટરો રસોડામાં રસોઈ માટે અવરજવર કરશે.
- 450થી વધારે કાઉન્ટરો પર ભક્તોને મહાપ્રસાદ પિરસાશે
- આંબાવાડીમાં ભવ્ય રસોડાનું આયોજન કરાયું છે.
અષાઢી બીજના મેળામાં ભાવિ ભક્તો સમાધિના દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લેશે. મેળામાં 12 લાખથી વધારે ભક્તો ઉમટે છે.
મેળાના મુખ્ય આકર્ષણો અને ધાર્મિક મહત્વ:
આ સ્થળનો વર્ષો જૂનો ઈતિહાસ રહેલો છે. રક્તપિતથી પીડાતા રોગીઓ માટે અમરમા અને પરબધામમાં પૂજ્ય સેવાદાસબાપુ ગામડે ગામડે ફરીને રોટલાની ભીખ માંગીને દર્દીઓની સેવા કરતા હતા. આ મેળામાં હાલના મહંત કરસનદાસ બાપુ ગુરુ સેવાદાસબાપુ દ્વારા નિશાન ચૂક કરીને મેળાને ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવે છે . વાયકા છે કે, આ મેળામાં હાલમાં પણ અમરમા કોઈપણ સ્વરૂપે મેળાના દર્શન કરવા માટે આવે છે
- મેળામાં સંતવાણી: અષાઢી બીજના મેળામાં ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં પ્રસિદ્ધ કલાકારો પોતાની વાણીના સૂર રેલાવીને લોકોનું મનોરંજન કરશે.
- બાળકો માટે મનોરંજન: મેળામાં અનેક પ્રકારની રાઈડ્સ, મોતનો કૂવો અને જળપરી જેવા નાના મોટા ચગડોળમાં બાળકોને મોજ કરાવશે.
- સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા: આ મેળામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, 108 એમ્બ્યુલન્સ સેવાઓ ખડે પગે રહેશે જેનાથી આપાતકાલીન સ્થિતિમાં મદદ મળી રહે
મહાનુભાવોની ઉપસ્થિતિ
મેળામાં સાધુ સંતો પધારશે. ચાપરડાના મહંત મુક્તાનંદબાપુ, ભવનાથના સેરનાથબાપુ સહિત અનેક સંતો મહંતો પધારશે. ઉપરાંત મેળામાં કૃષિ મેળાનું આયોજન પણ કરાયુ છે. આથી સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિતના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો આ મેળામાં હાજરી આપશે.
