જૂનાગઢ.
જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં દિન-પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે જિલ્લાના માંગરોળમાં રખડતા આખલાએ 5 થી 6 લોકોને અડફેટમાં લીધા હતાં. આ ઘટનામાં ઇજાગ્રસ્ત તમામ લોકોને માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, માંગરોળના રહેણાંક વિસ્તારમાં આજે બજારમાં કામ માટે જઈ રહેલાં 6 જેટલા કેટલાં લોકોને રખડતા આખલાએ અડફેટમાં લીધા હતા. જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક માંગરોળની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માંગરોળમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોર લોકોને અડફેટમાં લઈને ઈજા પહોંચાડી રહ્યાં છે. આ બાબતે અગાઉ અનેક વખત નગર પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી ચૂકી છે. જો કે હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં.
