Junagadh: કેશોદમાં પ્રેમીયુગલ પ્રેમાલાપમાં લીન હતું ત્યારે જ યુવતીનો પરિવાર પહોંચ્યો, યુવકને લાકડી અને પાઈપથી બેરહેમીથી ફટકાર્યો

પ્રેમી યુવકનું રિક્ષામાં અપહરણ કરીને વાડીએ લઈ જઈ આખી રાત ગોંધી રાખીને ઢોરમાર મારી વહેલી સવારે ફેંકી દીધો, હાલ યુવક રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 31 Oct 2024 06:05 PM (IST)Updated: Thu, 31 Oct 2024 06:05 PM (IST)
junagadh-news-girlfriend-family-kidnap-and-assault-boyfriend-family-at-keshod
HIGHLIGHTS
  • પ્રેમિકાએ ફોન કરીને બોલાવતા પ્રેમી મોડી રાતે મળવા પહોંચ્યો હતો

Junagadh: કેશોદમાં રહેતી પ્રેમીકાએ ચોરવાડમાં રહેતા પ્રેમીને ફોન કરીને મળવા બોલાવ્યો હતો કેશોદ કોર્ટ પાસે પ્રેમી પંખીડા પ્રેમાલાપ કરતા હતા ત્યારે પ્રેમીકાનો પરિવાર જોઈ જતાં પ્રેમી યુવકનું અપહરણ કરી વાડીએ લઈ જઈ આખી રાત ગોંધી રાખી માર માર્યાની ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના ચોરવાડમાં રહેતો રવિ ચાવડા (24) ગઈકાલે રાતે દોઢ વાગ્યાની આસપાસ કેશોદ સ્થિત કોર્ટ પાસે હતો. આ સમયે બાલુ, દેવરાજ રબારી અને મયુર સહિતના શખ્સોએ લાકડી અને પાઈપ વડે બેરહેમીથી ફટકાર્યો હતો. જેથી ગંભીર હાલતમાં રવિને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્ત રવિ ચાવડાને હુમલાખોર દેવરાજ રબારીની પૌત્રી સાથે છેલ્લા 7 મહિનાથી પ્રેમ સબંધ છે. ગઈકાલે પ્રેમિકાએ રવિને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જેથી રવિ પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. જ્યાં કેશોદ કોર્ટ નજીક બન્ને પ્રેમી પંખંડી પ્રેમાલાપ કરતા હતા, ત્યારે પ્રેમિકાનો પરિવાર બન્ને જણાને જોઈ ગયો હતો.

જે બાદ પ્રેમિકાના પરિવારજનોએ રવિ ચાવડાનું રિક્ષામાં અપહરણ કરીને દેવરાજ રબારીની વાડીએ લઈ ગયા હતા. જયાં સવાર સુધી ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો. જે બાદ સવારે કેશોદ કોર્ટ નજીક ફેંકીને ભાગી છૂટ્યા હતા. આ મામલે કેશોદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.