Junagadh: કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ પ્રચંડ લીડથી જીતવાનો દાવો કર્યો, કહ્યું- 'રાજેશ ચુડાસમાથી ભાજપના કાર્યકર્તાઓ અને જનતા બન્ને નારાજ'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Apr 2024 09:36 PM (IST)Updated: Fri, 05 Apr 2024 09:36 PM (IST)
junagadh-news-congress-candidate-hira-jova-claim-victory-in-upcoming-loksabha-election

Junagadh: જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે સ્વભાવે સરળ અને પીઢ નેતાને ટિકિટ ભાજપ ભાજપની મુશ્કેલી વધી છે. કોંગ્રેસ તરફથી ટિકિટ મળતા જ હીરા જોટવા પોતાના સમર્થકો સાથે આજે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં મહાદેવને શીશ ઝૂકાવી કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં હતા. આ સાથે જ હીરા જોટવાએ કોંગ્રેસને પ્રચંડ લીડથી જીતનો દાવો કર્યો છે.

ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરતાં હીરા જોટવાએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ભાજપના સાંસદ તરીકે રાજેશ ચુડાસમા ચૂંટાતા હોવા છતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વિકાસના કોઈ કાર્યો નથી થયા. નાગરિકો સાંસદને મળવા જતા, ત્યારે તેઓ મળતા પણ નહતા. અનેક સમાજના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ છે.

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ પણ ઈચ્છતા હતા કે, રાજેશ ચુડાસમાની જગ્યાએ કોઈ બીજાને તક આપવામાં આવે. જો કે ભાજપ હાઈકમાન્ડે કોઈની વાત સાંભળી નહતી.

રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ વખતે જૂનાગઢ લોકસભા બેઠકની જનતા કોંગ્રેસની સાથે રહેશે. કોંગ્રેસની જીત નિશ્ચિત થઈ ગઈ છે. હવે આ બેઠક પર પ્રચંડ લીડ સાથે જીતીને ભાજપના અભિમાનને તોડવાનો દાવો કોંગ્રેસ ઉમેદવારે કર્યો છે.