Junagadh News: 4.81 કરોડના ખર્ચે વિકસાવાશે ચોરવાડ બીચ, સેલ્ફી પોઇન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર આગામી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહર્તનો કાર્યક્રમ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 05 Sep 2025 06:21 PM (IST)Updated: Fri 05 Sep 2025 06:21 PM (IST)
junagadh-news-chorwad-beach-to-be-developed-at-rs-4-81-crore-with-new-facilities-598019

Junagadh News: જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત, સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે. જેનું ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ રહેલું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન હબ તરીકે વિકસિત કરવાના રાજય સરકાર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર આગામી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહર્તનો કાર્યક્રમ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ.૪.૮૧ કરોડના ખર્ચે બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે.

કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, શ્રી દધેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ચોરવાડના બીચને રી- ડેવલપ કરવા માટેનો આજે આ પાવન અવસર પ્રાપ્ત થયો છે. તેમજ પાકો રોડ, સેલ્ફી પોઇન્ટ, પાર્કિંગ લોટ, બેન્ચીસ, ટોઇલેટ બ્લોક વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિતોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમની શરૂઆતમાં ટીવી જગતના જાણીતા કલાકાર મયુર વાકાણીએ પ્રતિભાવ આપ્યો હતો. મયુર વાકાણીનું મંચસ્થ મહેમાનોએ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરુઆતમાં રુપરેખા વિમલ મીઠાણીએ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ જોશીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ કુલદીપ પાઘડારે કરી હતી.

ઉક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, નગર પાલિકાની વિવિધ સમિતિના સદસ્યો, લોક આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.