Junagadh News: જૂનાગઢ જિલ્લામાં ધરા ધ્રુજી, કેશોદ, માણાવદર સહિતના વિસ્તારોમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 Mar 2024 11:03 AM (IST)Updated: Tue, 12 Mar 2024 11:03 AM (IST)
junagadh-news-an-earthquake-of-magnitude-3-5-was-felt-in-areas-including-keshod-manavdar

Junagadh News: જૂનાગઢ જિલ્લામાં ગઇકાલે સાંજના સમયે ધરા ધ્રુજી હતી. કેશોદ, માણાવદર, માળિયા અને મેદંરડા તાલુકામાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના પગલે ઘરમાંથી લોકો બહાર આવી ગયા હતા.

જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંજના 6.30 વાગ્યાની આસપાસ ગઇકાલે ભૂકંપનો અનુભવ થયો હતો. માળિયા તથા આસપાસના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો અનુભવ થતાં જૂનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેમને જાણવા મળ્યું હતું કે, ભૂંકપની તિવ્રતા 3.5ની હતી અને કેન્દ્ર બિન્દુ માંગરોળતી 27 કિ.મી. દૂર હતું.

જૂનાગઢના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા માળિયા, કેશોદ, માંગરોળ, માણાવદર, મેંદરડા તથા આસપાસના વિસ્તારમાં ભૂંકપ સંદર્ભે સ્થિતિ જાણવા માટે સંબંધિત વિસ્તારના મામલતદારનો સંપર્ક કરાયો હતો. જોકે ભૂકંપને લઇને પંથકમાં કોઇ નુક્સાની ન થઇ હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.