Junagadh Murder Case : જૂનાગઢના માણાવદરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા; બદલો લેવા રચાયું હતું કાવતરુ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 23 Feb 2024 03:51 PM (IST)Updated: Fri, 23 Feb 2024 03:51 PM (IST)
junagadh-news-a-youth-was-stabbed-to-death-in-manavdar

Junagadh News: જૂનાગઢના માણાવદરમાં એક યુવાનની ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ અંગે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

જગદીશ લખમણભાઈ ઉલવા અને લખમણભાઈ કોડિયાતર માણાવદરના ગોકુલનગર વિસ્તારમાં વસવાસ કરે છે. જેઓ રઘુવીરપરામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. જ્યાથી તેઓ બાઈક પર પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રઘુવીરપરા વિસ્તારમાંથી આવેલ શખ્સોએ બાઇક પર સવાર જગદીશને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના પછી તેને માણાવદર અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ, અને આ બાબત હત્યામાં પલટાઇ ગઇ હતી.

પોલીસે તપાસ હાથ ધરી
ધોળા દિવસે યુવકની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવકની હત્યા જૂનાં મનદુઃખના કારણે કરવામાં આવેલ છે. આ પહેલા તેમની રેકી પણ કરવામાં આવી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે. હાલ પરિવાર દ્વારા પોલીસને પાંચ વ્યક્તિના નામ આપવામાં આવ્યા છે, જેમાં પોલીસે હાલ તજવીજ પણ હાથ ધરી દીધી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.