જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ₹3 લાખની ખંડણી માટે ધમકીભર્યો ફોન! પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ₹3 લાખની ખંડણી માટે ધમકીભર્યો ફોન આવ્યો. પૈસા નહીં આપે તો પરિવારને જાનથી મારી નાખવાની અને બનાવટી નોટના કેસમાં ફસાવવાની ધમકી અપાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Nov 2026 12:44 PM (IST)Updated: Sun, 29 Nov 2026 12:44 PM (IST)
junagadh-mla-sanjay-kordiya-3-lakh-extortion-threat

Junagadh MLA Sanjay Kordiya Threatened: અસમાજિક તત્વો દ્વારા ભોળા નાગરિકોને ફોન કરીને પૈસા પડાવવાના ધમકીભર્યા કોલ આવતા હોય છે. જો અપરાધીનો ફોન ઉપાડ્યો તો તે ધમકી આપીને કે પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરતાં હોય છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડીયાને એક શખ્સ દ્વારા ફોન કરીને ત્રણ લાખની ખંડણી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે.

મળતી વિગત મુજબ, 27 નવેમ્બરના રોજ રાત્રિના સમયે ધારાસભ્ય સંજય કોરડીયાને ધમકી ભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં સામે રહેલા શખ્સે ત્રણ લાખની માંગણી કરી હતી. ઉપરાંત જો પૈસા સમયસર ન મળ્યા તો બનાવટી રુપિયા બનાવવાના કેસમાં ફસાવી સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોલને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી.

ધારાસભ્યના સેક્રેટરી હર્ષ પટેલની ફરિયાદના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, ધારાસભ્ય સંજય કોરડીયાને અગાઉ પણ અનેક ફેક ફોન કોલ્સ આવ્યા હતા. આ અંગે વિગતે ધારાસભ્યના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે, 7 જુલાઈ 2025ના રોજ ધારાસભ્ય સંજયભાઈ ઝાંઝરડા રોડ પર હતા.

તે દરમિયાન તેમને જાણ થઈ કે, અજાણ્યા શખ્સો દ્વારા તેમનું ફેક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવાયું હતું. જે અંગે પોલીસ ફરિયાદ દાખલ કરતાં ફેક આઈડીનું આઈપી એડ્રેસ પાકિસ્તાનમાંથી હોવાનું સામે આવ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અગાઉ પણ ધારાસભ્ય અજાણ્યા શખ્સોના કાવતરાનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ રાજનેતાને પણ છોડતા નથી તો સામાન્ય લોકોને તો ન જ મૂકે.