Sanjay Koradia Threatened: જૂનાગઢના MLA સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી; વોટ્સએપ પર 30 લાખની ખંડણી માંગી

ધારાસભ્ય સંજય કોરડિયાને રોનક ઠાકુર નામના શખ્સે ધમકી આપી છે. શરૂઆતમાં આરોપીએ વોટ્સએપ મેસેજ દ્વારા ધારાસભ્ય પાસે રૂ. 30 લાખની ખંડણી માંગી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 30 Oct 2025 12:52 PM (IST)Updated: Thu, 30 Oct 2025 12:52 PM (IST)
junagadh-mla-sanjay-koradia-threatened-via-whatsapp-rs-35-lakh-ransom-demanded

Junagadh MLA Sanjay Koradia Threatened: જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની અને તેમની પાસેથી રૂ.૩૦ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ધારાસભ્યની ફરિયાદ લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય સંજય કોરડિયાને રોનક ઠાકુર નામના શખ્સે ધમકી આપી છે. શરૂઆતમાં આરોપીએ વોટ્સએપ મેસેજ દ્વારા ધારાસભ્ય પાસે રૂ. 30 લાખની ખંડણી માંગી હતી.આ રકમ આંગડિયામાં અમદાવાદ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. મેસેજમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

ધારાસભ્યએ ખંડણીની રકમ આંગડિયામાં મોકલી નથી અને બીજો કોઈ મેસેજ કે ફોન આવે તે પહેલાં જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં મેસેજ કરનાર રોનક ઠાકુર પોલીસના હાથમાં આવ્યો નથી, અને તેને ઝડપાયા બાદ જ આ સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકશે.

અગાઉ વોટ્સએપ મેસેજ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી, પરંતુ આરોપી રોનક ઠાકુર નામના શખ્સે ધારાસભ્ય સંજય કોરડિયાને સીધો ફોન કોલ કરીને આ ધમકી આપી હતી. આરોપીએ ધમકી આપી હતી કે જો માંગેલી રૂ. 30 લાખની રકમ નહીં ચૂકવવામાં આવે તો તે ધારાસભ્યના પરિવારજનોને નિશાન બનાવશે.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપી રોનક ઠાકુરની ઓળખ અને ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.