રાજેન્દ્રસિંહ પરમાર.
Junagadh Lok Sabha Constituency: જૂનાગઢ આમ તો તેના ઇતિહાસથી જાણીતુ છે. જૂનાગઢ ભારતનું એવુ રજવાડુ હતુ જેના ઝૂકાવ પાકિસ્તાન તરફ હતો. સરદાર વલ્લભભાઇના પ્રયાસથી જૂનાગઢ આજે ભારતનો હિસ્સો છે. જૂનાગઢ એના ગરવા ગીરનાર, મીની કુભ એવા ભવનાત અને અશોકના શિલાલેખથી જાણીતુ બન્યુ છે. જૂનાગઢ પર હિન્દુ, બોદ્ધ, જૈન અને મુસ્લિમ ધર્મનો પ્રભાવ રહ્યો છે. રાજકીય રીતે જોઇએ તો આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. જૂનાગઢ લોકસભા સીટ પર 7 વાર ભાજપે જીત મેળવી છે. આ ઉપરાંત આ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા અને કોડિનાર વિધાનસભા બેઠકનો સમાવેસ થાય છે. આ લોકસભા બેઠક પર કાળી સમાજના મતદારો નિર્ણાયક માનવામાં આવે છે. ભાજપે 2024ની ચૂંટણીમાં રાજેશ ચુડાસમાને રિપિટ કર્યા છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર સૌથી વધારે વાર જીત મહિલા ઉમેદવારની થઇ હતી
જૂનાગઢ લોકસભા બેઠક પર સૌથી વધારે વાર જીત મેળવનાર મહિલા ઉમેદવાર છે. વર્ષ 1991માં પ્રથમ વાર જૂનાગઢ લોકસભા બેઠક પર મહિલા ઉમેદવારની જીત થઇ હતી. આ બેઠક પર ભાજપે વર્ષ 1991માં ભાવનાબેન ચીખલીયાને ટિકિટ ફાળવી હતી. ભાવનાબેન ચીખલીયાની જીત સાથે જૂનાગઢ લોકસભા પર ભાજપનું ખાતુ ખુલ્લુ હતુ. ત્યાર બાદ ભાવનાબેન ચીખલીયાને ભાજપે વર્ષ 1996,1998,અને 1999માં ચૂંટણી લડાવી હતી. જેમાં ભાવનાબેન ચીખલીયા ચાર વાર જીત મેળવી હતી. આમ જૂનાગઢ બેઠક પર સૌથી વધારે વાર સાંસદ બનનાર મહિલા તરીકે ભાવનાબેન ચીખલીયા હતા.
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપે 7 વાર જીત મેળવી
વર્ષ 1991થી જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ જીત મેળવતુ આવ્યુ છે. આ બેઠક પર ભાજપે 7 વાર જીત મેળવી છે. એ પહેલા કોંગ્રેસ 5 વાર જૂનાગઢ લોકસભા જીતવામાં સફળ રહ્યુ હતુ. આ ઉપરાંત અન્ય પક્ષની વાત કરીએ તો 1967માં જૂનાગઢ બેઠક પરથી સ્વતંત્ર પક્ષના વી.જે શાહ વિજેતા થયા હતા. જ્યારે 1977માં બીએલડી પક્ષમાંથી નરેન્દ્ર નાથવાણી વિજેતા બન્યા હતા. ગુજરાતમાં જનતા દળનો દબદબો હતો ત્યારે જૂનાગઢ બેઠક પરથી વર્ષ 1989માં જૂનાગઢ લોકસભા બેઠક પરથઈ ગોવિંદભાઇ શેખડા વિજેતા બન્યા હતા. આમ જૂનાગઢ બેઠક 7 વાર ભાજપ, 5 વાર કોંગ્રેસ અને 3 વાર અન્ય પક્ષના ઉમેદવાર જીત મેળવી છે.
જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, કોડીનાર, ઉના વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જૂનાગઢ લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીથી ભાજપ જીત મેળવી છે. બે ટર્મથી ભાજપના ઉમેદવાર રાજેસ ચુડાસમા જીત મેળવતા આવ્યા છે. વર્ષ 2014માં રાજેશ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર પુજાભાઇ વંશને 1 લાખ 35 હજાર 832 મતથી હરાવ્યા હતા. વર્ષ 2019માં ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને 54.51 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પુજાભાઇ વંશને 39.57 ટકા મત મળ્યા હતા.
વર્ષ | જીતેલા ઉમેદવાર | પક્ષ | હારેલા ઉમેદવાર | પક્ષ |
1962 | ચીંતરજંન રાજા | INC | વણીભાઇ આર્ય | IND |
1967 | વી.જે શાહ | SWA | સી.આર.રાજા | INC |
1971 | નાનજીભાઇ વેકરીયા | INC | વીરેન્દ્રકુમાર શાહ | NCO |
1977 | નરેન્દ્રભાઇ નથવાણી | BLD | રતુભાઇ અદાણી | INC |
1980 | મોહનલાલા પટેલ | INC | વિરેન્દ્રકુમાર શાહ | JNP |
1984 | મોહનભાઇ પટેલ | INC | રમણીકભાઇ ઘામી | JNP |
1989 | ગોવિંદભાઇ શેખડા | JD | મોહનભાઇ પટેલ | INC |
1991 | ભાવનાબેન ચીખલીયા | BJP | ગોવિંગભાઇ શેખડા | JD |
1996 | ભાવનાબેન ચીખલીયા | BJP | ગોવિંદભાઇ શેખડા | INC |
1998 | ભાવનાબેન ચીખલીયા | BJP | જેઠાલાલ જોરા | INC |
1999 | ભાવનાબેન ચીખલીયા | BJP | પેથાજી ચાવડા | INC |
2004 | જશુભાઇ બારડ | INC | ભાવનાબેન ચીખલીયા | BJP |
2009 | દિનુ સોલંકી | BJP | જશુભાઇ બારડ | INC |
2014 | રાજેશ ચુડાસમા | BJP | પુજાભાઇ વંશ | INC |
2019 | રાજેશ ચુડાસમા | BJP | પુજાભાઇ વંશ | INC |