Junagadh: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા

જૂનાગઢ કોર્પોરેશનની 60 પૈકી 9 બેઠકો મતદાન પહેલા ભાજપના ફાળે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 04 Feb 2025 05:32 PM (IST)Updated: Tue 04 Feb 2025 05:32 PM (IST)
junagadh-corporation-bjp-candidate-win-ahead-of-voting-470348
HIGHLIGHTS
  • વોર્ડ નંબર 2ના કોંગ્રેસ-આપના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા

Junagadh: જૂનાગઢ મહાનગર પાલિકાના બે આખા વોર્ડની 8 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા બાદ આજે ફોર્મ પાછા ખેચવાના અંતિમ દિવસે વોર્ડ નં 2માંથી કોંગ્રેસના એક અને આપના બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવાર લીરીબેન ભીંભા બિનહરિફ જાહેર થયેલ છે. આમ જુનાગઢ કોર્પોરેશનની કુલ 60 બેઠકોમાંથી 9 બેઠકો ચૂંટણી પહેલા જ ભાજપે બિનહરિફ મેળવી લીધી છે.

આ પૂર્વે ગઇકાલે વોર્ડ નં 3 અને વોર્ડ નં 14ના કોંગ્રેસના તમામ આઠ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચી લેતા આ બે વોર્ડની આઠેય બેઠક ભાજપને બિનહરિફ મળી હતી. જુનાગઢ મહાનગર પાલિકાની આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે ભાજપના પ્રભારી કમલેશ મિરાણીએ રાજકીય ઓપરેશન કરીને ભાજપના ખાતામા 9 બેઠકો નાખી દીધી છે.

આ ચૂંટણીમા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે તેમા ભાજપે સતા જાળવી રાખવા એડી ચોટીનુ જોર લગાવ્યુ છે.