Girnar Lili Parikrama 2026 Route: જૂનાગઢના ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો 20 નવેમ્બર 2026 એટલે કે, કારતક સુદ 11 દેવઉઠી અગિયારસથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. કારતક પૂર્ણિમા એટલે 24 નવેમ્બર સુધી ચાલનારી આ પાંચ દિવસીય દિવ્ય અને ધાર્મિક યાત્રામાં ગુજરાત સહિત બીજા રાજ્યોમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ ગિરનારના ગાઢ જંગલો અને પહાડી માર્ગો પર પગપાળા પદયાત્રા કરીને ધન્યતાની લાગણી અનુભવે છે. આ પદયાત્રા દરમિયાન ગીરનારની ગોદમાં ઘણા ધાર્મિક અને પવિત્ર સ્થળોના પદયાત્રીઓ દર્શન કરતાં જાય છે. પરિક્રમાનો પદમાર્ગ આશરે 36 કિમી છે. જેની શરુઆત અને સમાપન ભવનાથની તળેટી ખાતે થાય છે. આ લેખમાં અમે તમને સમગ્ર રુટ પરના ચાર પડાવો અને મુખ્ય પહાડી ઘોડીઓ અને પવિત્ર ધાર્મિક દર્શનીય સ્થળોની વિગતવાર અને સચોટ માહિતી આપીશું.
પરિક્રમાના 4 મુખ્ય પડાવ
આ પણ વાંચો
ગિરનાર પર્વતની લીલી પરિક્રમા આશરે 36 કિલોમીટર જેટલી લાંબી છે. પદયાત્રીઓએ ચાર મહત્વના તબક્કા પાર કરવાના હોય છે.
- ભવનાથ તળેટીથી ઝીણા બાવાની મઢી: આ અતિ પવિત્ર અને દિવ્ય ધાર્મિક યાત્રાની શરુઆત ભવનાથ તળેટીથી શરુ થાય છે. પદયાત્રીઓએ અહીંથી ઈટાવા ઘોડી તરફ આગળ પ્રસ્થાન કરવાનું રહે છે. દુર્ગમ રસ્તાઓ પાર કરીને આશરે 12 કિલોમીટરનું અંતર કાપીને ઝીણા બાવાની મઢી સુધી પહોંચવાનું હોય છે. આ વિસ્તારમાં આવેલ હસનાપુર ડેમ નજીક એક સ્થળ પદયાત્રીઓના રાત્રિ રોકાણ માટે સારુ મનાય છે.
- ઝીણા બાવાની મઢીથી માવળેલાનો માર્ગ: ઝીણા બાવાની મઢીથી પદયાત્રીઓએ કઠિન માર્ગ કાપવાનો હોય છે. આ માર્ગ પર ચંદ્ર મૂળેશ્વર આવે છે. ત્યારબાદ સરખડિયા હનુમાનજી દાદાનું મંદિર આવે છે. શ્રદ્ધાળુઓ અહીંથી દર્શન કરીને આગળ વધીને માળવેલા પહોંચે છે, જોકે, વન્યવિસ્તાર હોવાથી પદયાત્રીઓએ વિશેષ કાળજી રાખવાની રહેશે.
- માળવેલાથી બોરદેવી: પદયાત્રીઓ માટે લીલી પરિક્રમાનો આ સૌથી કપરો અને મુશ્કેલ તબક્કો મનાય છે કેમ કે, અહીં નળપાણી ઘોડીની શરુઆત થાય છે. કઠિન ઉતાર ચઢાણ પાર કરીને શ્રદ્ધાળુઓ જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે બોરદેવી માતાજીના મંદિરે પહોંચે છે.
- બોરદેવીથી ભવનાથ તળેટી: બોરદેવી માતાજીનું મંદિર લીલી પરિક્રમાનો અંતિમ અને મુશ્કેલ પડાવ છે. અહીથી ભવનાથ તળેટી આશરે 8 કિમી જેટલી દૂર છે. જ્યાં શ્રદ્ધાળુઓ પહોંચે ત્યારે આ અતિ પવિત્ર લીલી પરિક્રમાને વિધિવત્ત રીતે પૂરી માનવામાં આવે છે.
ઘોડીઓ અને અંતર
- ભવનાથથી ગુરૂ દતાત્રેય: 3.5 કિ.મી.
- ગુર દતાત્રેયથી હનુમાન ધારા: 4.5 કિ.મી.
- હનુમાન ધારાથી ઈન્દ્રેશ્વર મહાદેવ: 2.5 કિ.મી.
- ઈન્દ્રેશ્વર મહાદેવથી વભિનાથ: 4.0 કિ.મી.
- વભિનાથથી અંબાજી માતા: 3.5 કિ.મી.
- અંબાજી માતાથી દતાત્રેય મંદિર: 4.0 કિ.મી.
- માલવડથી જૈન મંદિર: 3.0 કિ.મી.
- જૈન મંદિરથી ભવનાથ તળેટી: 4.0 કિ.મી.
- કુલ અંતર (અંદાજે): 36 કિ.મી.
લીલી પરિક્રમાના રુટ પર આવતા દર્શનીય સ્થાનો
પરિક્રમાના રુટ પર ઘણા પવિત્ર અને પ્રાચીન દર્શનીય સ્થળો આવેલા છે. પરિક્રમા રુટ અને ગિરનાર પર્વતની આસપાસના વન્ય વિસ્તારમાં ગુરુ દત્તાત્રેય, હનુમાનધારા, વનિયાથ મંદિર, ઈન્દ્રેશ્વર મહાદેવ. અંબાજી માતા અને માલવડ તેમજ જૈન મંદિર જેવા અતિ પવિત્ર અને દર્શનીય સ્થળો આવેલા છે. પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ આ રુટ પર આવતા ધાર્મિક સ્થળોને આવશ્યક મુલાકાત લેવી જોઈએ.
યાત્રાળુઓ માટે જરૂરી સાવચેતીઓ
- ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર હોવાથી પરિક્રમા રુટ પર પ્લાસ્ટિક લઈ જવા પર સખત પ્રતિબંધ છે. આથી યાત્રાળુઓએ સ્ટીલ કે તાંબાની બોટલ આવશ્ય રાખવી.
- લાંબુ અંતર કાપવાનું હોવાથી પદયાત્રીઓએ આરામદાયક શૂઝ પહેરવા, વહેલી સવારે ચાલવા માટે ટોર્ચ સાથે રાખવી.
- નવેમ્બર માસમાં રાત્રે ઠંડી હોવાથી પદયાત્રીઓએ ગરમ કપડાં તેમજ જરુરી મેડિકલ કિટ અને દવાઓ અવશ્ય રાખવી.
- માળવેલાથી બોરદેવી વચ્ચે આવતી નળપાણી ઘોડીનો ઢોળાવ અત્યંત સીધો અને લપસણો હોવાથી વૃદ્ધો અને બાળકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
- જંગલ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર રહેતી હોવાથી નિર્ધારિત કેડી કે રૂટ છોડીને અંદરના જંગલમાં ન જવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.
- પદયાત્રા દરમિયાન પરિવાર કે મિત્રોના ગ્રુપ સાથે જ રહેવું જેથી અલગ ન પડી જવાય, તેમજ યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
