ગિરનાર લીલી પરિક્રમા 2026: યાત્રાળુઓ માટે તંત્રના કડક નિયમો, આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ!

ગિરનાર લીલી પરિક્રમા 2026 દરમિયાન યાત્રાળુઓના સ્વાસ્થ્ય અને જંગલની સુરક્ષા માટે જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક જાહેરનામું બહાર પડાયું છે જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 10:07 AM (IST)Updated: Sat, 14 Nov 2026 10:07 AM (IST)
girnar-lili-parikrama-2026-junagadh-bhavnath-strict-rules

Girnar Lili Parikrama 2026:  ગિરનાર લીલી પરિક્રમામાં ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ એકત્રિત થતાં હોય, ત્યારે ખાસ બહોળી સંખ્યામાં એકત્ર થતા લોકોને ધ્યાનમાં રાખી ચેપીરોગ અટકાવવા તથા જાહેર સુખાકારીના પગલાના ભાગરૂપે જૂનાગઢ શહેર તેમજ ભવનાથ તળેટી અને તેની આસપાસના ફરતા 8 કિ.મી ના અંતરમાં જરૂરી અમલવારી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 

તંત્રે પરિક્રમાર્થીઓ માટે જાહેર કર્યા નિયમો

આ જાહેરનામા મુજબ પીવાના પાણીનો બગાડ થાય તથા પાણી પીવાલાયક ન રહે તેવા કૃત્યો કરવા નહીં, જાહેર તંદુરસ્તીને નુકસાન પહોંચાડે તેવી રીતે ખાદ્ય પદાર્થો રાખવા નહીં, ખાદ્ય પદાર્થોને ધૂળ લાગે તથા માખીઓ બેસે તે રીતે રાખવા નહીં, આરોગ્ય ખાતાના અધિકારી કર્મચારીઓની સૂચના વિરુદ્ધ ખાદ્ય પદાર્થ રાખવા કે વેચાણ કરવા નહીં, રક્તપિત અને ચેપી રોગ વાળા શખ્સોએ પરિક્રમા રૂટ ઉપર દાખલ થવું નહીં અને ગંદકી કરવાની રહેશે નહીં. આ જાહેરનામું તા. 19 નવેમ્બર 2026થી લઈને તા.24 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.

ફટાકડા લઈ જવા પર રહેશે પ્રતિબંધ

આ પરિક્રમા દરમિયાન ભવનાથ તળેટી તથા પરિક્રમાના રૂટ ઉપર બહોળા પ્રમાણમાં યાત્રિકો-ભાવિકો પધારે છે. ત્યારે ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આગ લાગવાના અને અનિચ્છનીય બનાવો ન બને તે માટે ગિરનાર પરિક્રમા રૂટમાં જંગલ વિસ્તારમાં તા.19/11/2026 થી તા.24/11/2026 દરમિયાન કોઈ પણ પ્રકારના ફટાકડા લઈ જવા, વેચાણ કરવા તેમજ ફોડવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ ફરમાવ્યો છે.