Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ પાવન અવસરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ભવનાથ તળેટી ખાતે ઉમટી પડતાં હોય છે. ત્યારે ભવનાથ તળેટી વિસ્તારમાં વાહનોની અવરજવર અને પાર્કિંગનું યોગ્ય નિયમન જળવાઇ રહે, તેમજ ટ્રાફિક જામ અને અકસ્માતો નિવારી શકાય તે હેતુથી જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
19થી 24 નવેમ્બર સુધી ખાસ પાર્કિંગ વ્યવસ્થા
આ પણ વાંચો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, આગામી તા.19-11-2026થી તા. 24-11-2026 સુધી સમગ્ર વિસ્તારમાં વાહનોના પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધા માટે જાહેર અને ખાનગી એમ બે પ્રકારના પાર્કિંગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.
જાહેર પાર્કિંગના સ્થળો:
- તમામ પ્રકારના વાહનો માટે: નીચલા દાતાર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં.
- માત્ર ટુ-વ્હિલર માટે: જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે.
ખાનગી પાર્કિંગ માટે નક્કી કરાયેલા સ્થળો:
- માત્ર ફોર-વ્હિલર વાહનો માટે: શ્રી શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પાસે).
- તમામ પ્રકારના વાહનો માટે:
- શ્રી જીવરાજભાઈ ઓધવજીભાઈ સોલંકીની વાડી
- મહાસાગર ટ્રાવેલ્સની બાજુમાં દાસભાઈની વાડી
- જિલ્લા જેલ વાડી પાસેની જગ્યા
- શ્રી કાળુભાઈ સુખવાણીની વાડી (જમાલવાડી)
- પાર્થ સતીષભાઈ વિરડાની વાડી (મજેવડી-ભવનાથ તરફ જતા રસ્તે)
- ડોલરભાઈ કોટેચાની વાડી (જૂના દારૂખાનાથી મજેવડી-ભરડાવાવ તરફ જતા રસ્તે)
- વાઘેશ્વરી મંદિર પાર્કિંગ
- લિયો ફર્ન હોટેલ સામે
- પાંજરાપોળ ગૌ-શાળા શ્યામવાડી સામે (કાળવા ચોકથી ગિરનાર દરવાજા તરફ જવાના રસ્તે)
નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને નિર્ધારિત સ્થળોએ જ વાહનો પાર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
