ગિરનારની લીલી પરિક્રમા 2026: 20 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ, પરિક્રમા પૂર્વે જ જૂનાગઢમાં સાધુ-સંતોનું આગમન શરૂ

જૂનાગઢમાં 20 થી 24 નવેમ્બર દરમિયાન ગરવા ગિરનારની ઐતિહાસિક લીલી પરિક્રમા યોજાશે. ભવનાથ સહિત ચારેય પડાવ પર સાધુ-સંતોનું આગમન શરૂ થઈ ગયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 09:16 AM (IST)Updated: Fri, 13 Nov 2026 09:16 AM (IST)
girnar-lili-parikrama-2026-grand-pilgrimage-starts-nov-20-in-junagadh-as-sadhus-arrive-early

Girnar Lili Parikrama 2026: જૂનાગઢ શહેરમાં વિરાજમાન ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આગામી 20 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને સાધુ-સંતો અને જિલ્લા પ્રશાસને તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. જિલ્લા કલેક્ટરે પણ તમામ વ્યવસ્થાની બારીકાઈથી ચકાસણી કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. જ્યારે બીજી તરફ, લીલી પરિક્રમા પૂર્વે સાધુ સંતોનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે.

લીલી પરિક્રમામાં સાધુ સંતોનું આગમન

ગત વર્ષે અતિવૃષ્ટિના લીધે લીલી પરિક્રમા રદ થઈ ગઈ હતી. જોક,ે  આ વખતે લીલી પરિક્રમાનું આયોજન થતાં સાધુ સંતો ધીરે ધીરે આવી રહ્યા છે. તેમજ ઘણા અખાડાના સંતો દ્વારા ધૂણા ધખાવવામાં આવી રહ્યા છે. આ વખતે મોટી સંખ્યામાં ભક્તોની સાથે સાથે સાધુ સંતો ઉમટે તેવી શક્યતાઓ છે. હાલની વાત કરીએ તો, ગિરનારની લીલી પરિક્રમા હજુ શરુ નથી થઈ તે પહેલા સાધુ-સંતો લીલી પરિક્રમામાં સામેલ થવા માટે આવી રહ્યા છે.

જાહેર માર્ગો પર સાધુઓનું વિચરણ

જૂનાગઢ અને ગિરનારનો સાધુ સંતો સાથે ખૂબ જ જૂનો નાતો રહ્યો છે. ગિરનારી સંતોની પરંપરા જોઈએ તો, વેલનાથ બાપુ, વાઘનાથ બાપુ જેવા ઘણા સંતો થઈ ગયા છે. એવી માન્યતા છે કે, ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારની અંદર ઘણા સંતો આજે પણ લાંબા સમય સુધી તપ કરીને અલૌકિક સિદ્ધિઓ અર્જિત કરી છે.

જ્યારે લીલી પરિક્રમા અને ભવનાથનો મેળો આયોજાય ત્યારે તેઓનું આગમન થતું હોય છે. લીલી પરિક્રમાના ચારેય પડાવો જીણા બાવાની મઢી, માળવેલા, બોરદેવી, ભવનાથમાં લીલી પરિક્રમા પૂર્વે સાધુ સંતો દેખાઈ રહ્યા છે. તેમજ જૂનાગઢના જાહેર માર્ગો પર સાધુ સંતો મુક્ત મને વિચરણ કરી રહ્યા છે.