Girnar Lili Parikrama 2026: પ્રથમવાર જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ માર્ગદર્શિકા, યાત્રા દરમિયાન કઈ ભૂલો ટાળવી?

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઘણા પરિક્રમાર્થીઓ નાની નાની ભૂલો કરતાં હોય છે. આથી પરિક્રમા દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આથી આ લેખમાં કઈ ભૂલો ટાળવી તેની વિગતે માહિતી આપી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 17 Nov 2026 03:21 PM (IST)Updated: Tue, 17 Nov 2026 03:21 PM (IST)
girnar-lili-parikrama-2026-common-mistakes-beginners-should-avoid
AI IMAGE

Girnar Lili Parikrama 2026: દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સધી યોજાતી ગિરનારની અતિ પવિત્ર લીલી પરિક્રમામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. તેત્રીસ કરોડ દેવતાઓના વાસ સમાન ગિરનારના ગાઢ જંગલની આ 36 કિમીની યાત્રા જેટલી આધ્યત્મિક છે તેટલી જ રોમાંચક પણ છે. ઘણા લોકો એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરે છે, તો મોટા ભાગના શ્રદ્ધાળુઓ જંગલમાં રાતવાસો કરીને આ અદભુત પ્રકૃતિ અને ભક્તિનો આનંદ માણે છે .

લીલી પરિક્રમાં દરમિયાન કઈ ભૂલો ટાળવી?

જો તમે પહેલીવાર ગિરનારની લીલી પરિક્રમા કરવા જઈ રહ્યા છો તો ઉત્સાહમાં આવીને અમુક સામાન્ય ભૂલો કરવી ભારે પડી શકે છે. તમારી યાત્રા સુરક્ષિત અને યાદગાર બને તે માટે નીચે મુજબની ભૂલો કરવાનું ખાસ ટાળો.

  • પહેલીવાર લીલી પરિક્રમા જતાં શ્રધ્ધાળુઓ ઘણીવાર જરુર કરતાં વધુ સામાન લઈ જાય છે. આથી ઘણીવાર લીલી પરિક્રમામાં દુર્ગમ વિસ્તારોમાં જવું મુશ્કેલ બને છે. આથી રુ.30થી 50નો ચાર્જ ચૂકવીને ધર્મશાળામાં સાચવવા મૂકી દેવો.
  • પરિક્રમાના ભીડભાડવાળા રુટ પર કોઈ પણ પ્રકારના સોના-ચાંદીના દાગીના કે કિંમતી ચીજવસ્તુઓ સાથે ન રાખવી.
  • પરિક્રમા રુટ જંગલ વિસ્તારમાંથી નીકળે છે. આથી વન્ય પ્રાણીઓ હુમલો ન કરે માટે જૂથથી અલગ થઈને એકલા ન ચાલવું. વન વિભાગે નિર્ધારિત કરેલા રુટનો જ ઉપયોગ કરવો.
  • જંગલ વિસ્તારમાં કોઈ પ્રાણી દેખાય તો તેનો ફોટો પાડવો. અન્ય છેડતી કરીને ઉશ્કેરવું નહી. પરંતુ શાંતિથી સુરક્ષિતપણે અંતર જાળવીને આગળ વધી જવું
  • પરિક્રમા રુટ પર ઠેર ઠેર અન્નક્ષેત્રો હોવાથી ભોજનની ચિંતા રહેતી નથી. ઉપરાંત પાણીની પરબો પણ થોડા થોડા અંતરે આવેલી છે.
  • જંગલ વિસ્તારમાં ચાલતી વેળાએ પરિક્રમાર્થીએ પાણીની બોટલ હંમેશા સાથે રાખવી.
  • ચઢાણ ચડતા કે ઉતરતા ઘૂટણ પર ભાર ન આવે અને સંતુલન જળવાય માટે મજબૂત લાકડી અવશ્ય સાથે રાખવી.
  • જંગલ વિસ્તારમાં ઝાડીમાં ફસાઈ જવાથી કપડાં ફાટી જાય તો એક વધારાની જોડી અવશ્ય સાથે રાખવી.
  • રાત્રિના અંધકારમાં ચાલવા માટે ટોર્ચ રાખવી જોઈએ. પરંતુ પ્રાણીઓને ખલેલ પહોંચાડવા તેનો ઉપયોગ કરવો નહી.
  • પરિક્રમા દરમિયાન કોઈ બિમારીની દવા લેતાં હોય તો તે અવશ્ય સાથે રાખવી.
  • લીલી પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. તેમજ ગંદકી કરવી નહી.
  • પરિક્રમાર્થીએ વાસી અને બજારુ ખોરાક આરોગવાનો ટાળવો. અન્નક્ષેત્રમાં ભોજન કરવું..