Gir Jungle Safari Booking Online – Sasan Gir National Park (Fees, Timings & Charges): ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં જંગલ સફારીનો આનંદ માણવા અને વનરાજના દર્શન કરવા આવે છે. જો તમે પણ સાસણ ગીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો બુકિંગ પ્રોસેસ અને અન્ય મહત્વની વિગતો જાણવી અત્યંત આવશ્યક છે.
ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરશો?
વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. પ્રવાસીઓ ગમે ત્યાંથી સત્તાવાર વેબસાઈટ https://girlion.gujarat.gov.in/ પર જઈને પોતાનું સ્લોટ બુક કરાવી શકે છે.
- વન વિભાગની પોર્ટલ પર જઈ 'Gir Jungle Trail' વિકલ્પ પસંદ કરો.
- મુલાકાત લેવાની તારીખ, સમય (પરમિટનો સ્લોટ) અને વ્યક્તિઓની સંખ્યા જેવી વિગતો ભરો.
- રેલવે રિઝર્વેશનની જેમ જ અહીં તમે ઉપલબ્ધ તારીખો ચકાસી શકો છો અને તમારી અનુકૂળતા મુજબ બુકિંગ કરી શકો છો.
સમયપત્રક
| ઋતુ | દિવસો | સવારનો સમય | સાંજનો સમય |
|---|---|---|---|
| શિયાળો (16th ઓક્ટોબરથી 28th/29th ફેબ્રુઆરી) | સોમવારથી રવિવાર | 6:30 AM થી 9:30 AM | 3 PM થી 6 PM |
| શિયાળો/ઉનાળો | સોમવારથી રવિવાર | 9:00 AM થી 12:00 PM | – |
| ઉનાળો (1st માર્ચથી 15th જૂન) | સોમવારથી રવિવાર | 6:00 AM થી 9:00 AM | 4 PM થી 7 PM |
પરમિટ ચાર્જ
| વાહનનો પ્રકાર | દિવસો | વિગતો | ભારતીય (રૂ.) | વિદેશી (રૂ.) |
|---|---|---|---|---|
| સફારી વાહન | સોમવારથી શુક્રવાર | 6 વ્યક્તિ સુધી | 800 | 6560 |
| સફારી વાહન | સોમવારથી શુક્રવાર | એકસ્ટ્રા બાળક | 100 | 1640 |
| સફારી વાહન | શનિવાર / રવિવાર / તહેવારના દિવસો | 6 વ્યક્તિ સુધી | 1000 | 8200 |
| સફારી વાહન | શનિવાર / રવિવાર / તહેવારના દિવસો | એકસ્ટ્રા બાળક | 125 | 2050 |
નોંધ: એક E-permit માં મહત્તમ 6 વ્યક્તિઓ (3 થી 12 વર્ષ વચ્ચેનું એક બાળક વધારામાં)ને મંજૂરી છે. પરમિટમાં ગાઈડ તથા સફારી વાહનનો ચાર્જ સામેલ નથી. આ રકમ સંબંધિત ગાઈડ અને સફારી વાહનના માલિકને અલગથી ચૂકવવાની રહેશે.
સફારી વાહન ચાર્જ (અલગથી ચૂકવવાના):Type A: 2500/- (4 સીટર નવી સફારી વાહન), 3500/- (6 સીટર નવી સફારી વાહન), 4500/- (8 સીટર નવું આરામદાયક સફારી વાહન)
ગાઈડ ચાર્જ
| સ્થળ | ગાઈડનો પ્રકાર | ચાર્જ (રૂ.) |
|---|---|---|
| ગીર જંગલ સફારી | નેચરાલિસ્ટ | 700.00 |
| ગીર જંગલ સફારી | ગાઈડ G1 | 500.00 |
| ગીર જંગલ સફારી | ગાઈડ G2 | 400.00 |
જિપ્સી ચાર્જ
| સ્થળ | સફારી વાહન શ્રેણી | બેઠક ક્ષમતા | ચાર્જ (રૂ.) |
|---|---|---|---|
| ગીર જંગલ સફારી | Category A | 4 Seater | 2500.00 |
| ગીર જંગલ સફારી | Category A | 6 Seater | 3500.00 |
| ગીર જંગલ સફારી | Category A | 8 Seater | 4500.00 |
નોંધ: પરમિટમાં ગાઈડ તથા સફારી વાહનનો ચાર્જ સામેલ નથી. આ રકમ સંબંધિત ગાઈડ અને સફારી વાહનના માલિકને અલગથી ચૂકવવાની રહેશે. સફારી વાહન ચાર્જ (Type A): 2500/- (4 સીટર નવું સફારી વાહન), 3500/- (6 સીટર નવું સફારી વાહન), 4500/- (8 સીટર નવું આરામદાયક સફારી વાહન)
વન્યજીવનનું વૈવિધ્ય
ગીર અભયારણ્ય માત્ર સિંહો માટે જ નહીં, પરંતુ જૈવવિવિધતા માટે પણ જાણીતું છે. અહીં પ્રવાસીઓને નીચે મુજબના વન્યજીવો જોવા મળી શકે છે:
- હિંસક પ્રાણીઓ: એશિયાટિક સિંહ અને મોટી સંખ્યામાં દીપડા (જોકે દીપડા ભાગ્યે જ નજરે પડે છે).
- તૃણાહારી પ્રાણીઓ: સાબર, ચિત્તલ અને હરણની વિવિધ પ્રજાતિઓ.
- પક્ષીઓ: અહીં અંદાજે 375 જેટલી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ વસવાટ કરે છે.
- વનસ્પતિ: કુદરતી સૌંદર્યથી ભરપૂર ગાઢ જંગલ અને અનેક દુર્લભ વૃક્ષો.
પ્રવાસનું આયોજન અને ખર્ચ
સાસણ ગીર પહોંચવા માટે રોડ અને રેલવે માર્ગે સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. જૂનાગઢ અને વેરાવળથી સાસણ સહેલાઈથી પહોંચી શકાય છે.
