Junagadh News: અમરેલી બાદ હવે કેશોદ શહેર ભાજપ સંગઠનનો એક લેટર પણ બનાવટી હોવાનું અને તે લેટરના આધારે બે મહામંત્રીની બોગસ સહી કરીને ઉર્જામંત્રીને કેશોદ PGVCL ના એક અધિકારીની બદલી માટે ભલામણ કરી હોવાનો ખુદ આજે શહેર મહામંત્રીએ પર્દાફાશ કરીને કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી છે.
કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાએ કહ્યું કે, કેશોદ PGVCL ના નાયબ ઈજનેર જે. કે. કાતરિયાની બદલી કરવા માટે તારીખ 23 જુલાઈ 2024 ના રોજ ઊર્જામંત્રીને ભાજપ-કેશોદ શહે૨ના લેટરપેડ ઉપર અને નીચે પ્રમુખ પ્રવિણ ભાલારા, મહામંત્રી ગૌરાંગ વ્યાસ અને જતીન સોઢાના નામની સહી કરીને ભલામણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
તેમાં જણાવ્યું હતું કે, PGVCL ના અધિકારી છેલ્લા આઠ વર્ષથી કેશોદમાં ફરજ બજાવે છે. શહેરના લોકોના પ્રશ્નો બાબતે અવાર નવાર આ કચેરીને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઇજનેર દ્વારા હિટલરશાહી કરવામાં આવી રહી છે. તો તાત્કાલિક અસરથી તેમની બદલી કરવામાં આવે. આ બાબત મારા ધ્યાને આવતા તપાસ કરતા કેશોદ શહેર ભાજપનો લેટરપેડ અમારા દ્વારા લખાયેલ નથી, કે અમારી સહી પણ નથી. જેથી કોઈએ આ બનાવટી લેટર ઉભો કરીને અમારી ખોટી સહી કરી છે.
