Junagadh News: આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષાવિજ્ઞાન પરિસંવાદ યોજાશે. જેમાં પ્રાચીન પદ્ધતિથી આગાહી કરતા સૌરાષ્ટ્રભરના 50થી વધુ આગાહીકારો ઉપસ્થિત રહી આગામી વર્ષ કેવું જશે તેનું પુર્વાનુમાન વ્યક્ત કરશે. આગાહીકારોની આગાહીના આધારે તેનો સાર કાઢી વર્ષ કેટલા આની થશે તેનો અંદાજ કાઢવામાં આવશે.
અગાઉ જ્યારે હવામાનના આધુનિક ઉપકરણ ન હતા. ત્યારે અવકાશની સ્થિતિ, વનસ્પતિની ચેષ્ઠા, અખાત્રીજ તેમજ હોળીના પવન સહિતની બાબતોના આધારે વરસાદ કેવો થશે તેનું પૂર્વાનુમાન કરવામાં આવતું હતું. વર્તમાન સમયમાં પણ પ્રાચીન પદ્ધતિથી અનેક આગાહીકારો આગાહી કરે છે.
આ પણ વાંચો
જૂનાગઢ કૃષિ યુનિ.એ આવા આગાહીકારોને એક મંચ પર લાવી વર્ષાવિજ્ઞાન મંડળ બનાવ્યું છે. જ્યાં દર વર્ષે વર્ષાવિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાય છે. આજ રોજ સવારે 10:30 વાગ્યે કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના હસ્તે આ પરિસંવાદનો ઉદ્ઘાટન કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર ભરના 50થી વધુ આગાહીકારો આગામી વર્ષનું પૂર્વાનુમાન કરશે. જેમાં દરેક સભ્ય ત્રણ-ચાર મિનિટ દરમિયાન પોતાની આગાહી રજૂ કરશે. આ તમામ આગાહીઓનું વિશ્લેષણ કરી તેનો સાર કાઢવામાં આવશે અને આગામી ચોમાસામાં કેવો વરસાદ થશે અને કેટલા આની વર્ષ થશે તેનો અંદાજ વ્યક્ત કરવામાં આવશે.
ભારતમાં અવકાશ, વનસ્પતિ, પવનની દિશા સહિતની બાબતોના આધારે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. આવી રીતે જાપાન, ફિલિપાઈન્સ અને આફ્રિકા સહિતના દેશોમાં પણ પ્રાચીન પદ્ધતિ મુજબ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
