Bhupat Bhayani: ગોપાલ ઈટાલિયાએ વિસાવદરમાં સરકારી હોસ્પિટલ માટે આપેલા આવેદનપત્ર અંગે ભૂપત ભાયાણીનો ખુલાસો, કહ્યુંઃ સરકારે પહેલાંથી જ...

ભૂપત ભાયાણીએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 10 Apr 2025 01:12 PM (IST)Updated: Thu, 10 Apr 2025 01:12 PM (IST)
bhupat-bhayani-talks-about-gopal-italias-request-for-government-hospital-in-visavadar

Bhupat Bhayani on Gopal Italia: વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત વગર આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ થોડાક દિવસ પહેલાં પ્રાંત અધિકારીની ઓફિસે વિસાવદરમાં અધ્યતન સરકારી હોસ્પિટલ બને તે માટે આવેનદન પત્ર આપ્યું હતું. જે અંગે ભૂપત ભાયાણીએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે. સરકાર દ્વારા ખૂબ જ નજીકના સમયમાં હસ્પિટલનું કામ શરૂ થવાનું છે

ભૂપત ભાયાણીએ કહ્યું કે, આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અધ્યતન હોસ્પિટલની માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવેલ છે. જે આવેદન પત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે મિત્રો હું આપને જાણકારી આપવા માગું છું. વિધિત કરવા માગું છું કે વિસાવદર ખાતે 100 બેડની અતિ આધુનિક અને અતિ આધુનિક મશીનરી સાથેની હોસ્પિટલ સરકારે મંજૂર કરી દીધેલ છે. ઘણા સમયથી પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાડવણીની પ્રક્રિયા હાલ શરૂ છે અને જમીન સંપાદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે સરકાર દ્વારા ખૂબ જ નજીકના સમયમાં હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે.

તેમણે વધુમાં કહ્યું કે, આની જાણકારી મેળવી અને ખોટે ખોટું આવેદન પત્ર આપેલ છે. જ્યારે મુખ્યમંત્રી આવતી 11 તારીખે વિસાવદર માંડવડ ખાતે આપણા વિસ્તારના અસંખ્ય લોકાર્પણ અને ખાતમુરતના કામોમાં કામોના લોકાર્પણ પ્રસંગે આવતા હોય અને એના સંદર્ભમાં આવા આવેદન પત્ર કોઈ પણ રાજકીય પોલિટિકલ પાર્ટી આપતી હોય તો હું વિસાવદરની જનતાને વિધિત કરું છું કે આપે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે તો આપે એવી કોઈ વાતમાં આવવાનું નથી વંદે માતરમ ભારત માતા કી જય.