Visavadar By Election: પેટાચૂંટણી જાહેર થતાં ભૂપત ભાયાણીનું નિવેદન, કહ્યુંઃ વિસાવદરથી ચૂંટણી લડવી એ ગોપાલ ઈટાલિયાનું રાજકીય આત્મઘાતી પગલું

ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરતા ભૂપત ભાયાણીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, વિસાવદરથી ચૂંટણી લડવી એ ગોપાલ ઈટાલિયાનું રાજકિય આત્મઘાતી પગલું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 26 May 2025 04:01 PM (IST)Updated: Mon, 26 May 2025 04:01 PM (IST)
bhupat-bhayani-on-by-election-contesting-from-visavadar-is-a-suicidal-step-for-gopal-italia

Visavadar By Election 2025: ચૂંટણી પંચ દ્વારા વિસાવદર અને કડીમાં ખાલી પડેલી વિધાનસભા બેઠક પર આગામી જૂન મહિનામાં ચૂંટણી જાહેર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ત્રણ-ચાર મહિના પહેલાંથી જ વિસાવદરમાં ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દીધું છે. હવે ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરતા ભૂપત ભાયાણીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, વિસાવદરથી ચૂંટણી લડવી એ ગોપાલ ઈટાલિયાનું રાજકિય આત્મઘાતી પગલું છે.

ભૂપત ભાયાણીએ કહ્યું કે, સર્વપ્રથમ મારી પ્રતિક્રિયા એવી છે કે હું ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરું છું કે ચૂંટણીની જાહેરાત કરી છે. મારા વિસ્તારમાં નવા પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ વિધાનસભામાં બેસી અને જે અટવાયેલા પ્રશ્નો છે ખૂબ જ નજીકના ભવિષ્યમાં 4થી 6 મહિનામાં તમામ રોડ રસ્તાઓના કામ શરૂ થઈ જાય સિંચાઈના જે પ્રશ્નો છે અમારા સોલ્વ કરે અને અમારા વિસ્તારના કરી શકાય એવા કામો થાય. વિસાવદરની જનતા પાછળ નહીં રહે અને ન ભૂતો ન ભવિષ્યતિ એવી લીડથી વિસાવદર વિધાનસભાની ચૂંટણી અમે જીતવા જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી કોઈપણ ઉમેદવારને ટિકિટ આપશે એને સૌથી પહેલા હું ખભે બેસાડવાનો છું. એને જીતાડીને મોકલીશ એ મારી ગેરંટી છે.

ભૂપત ભાયાણીએ કહ્યું કે, ગોપાલભાઈ પ્રચાર કરી રહ્યા છે. લોકશાહી છે લોકશાહીમાં તમામ ઉમેદવારોએ પ્રચાર કરવાનો હક હોય છે. પરંતુ અહીં અમારા વિસ્તારમાં એમણે કોઈ સામાજિક કાર્ય કરેલ નથી. કોઈના છોકરાનું નામ ઉપનમાંથી કમી કરાવીને દાખલો અપાવેલો હોય એવું નાનું સૂનું કામ પણ અહીં કરેલ નથી. કેમ કે, આ એની એમનું કાર્યક્ષેત્ર નથી એમની જન્મભૂમિ નથી એમની કર્મભૂમિ નથી. ખાલી માત્ર ને માત્ર અહીં ઉમેદવાર તરીકે આવીને પ્રચાર કરેને લોકો મનોરંજન માટે જતા હોય તો એ ચૂંટણીના પરિણામમાં તબદ્દલ ન થઈ શકે.

ભૂપત ભાયાણીએ વધુમાં કહ્યું કે, ગત નગરપાલિકાની ચૂંટણીઓમાં કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. દિલ્હીમાં જે રીતે દિલ્હીની જનતાએ પણ આમ આદમી પાર્ટીને જાકારો આપેલ હોય તો હું નથી માનતો કે ગોપાલભાઈ ઇશાલિયાને અહીંથી જીત મળે. જીત મળવાની વાત તો બહુ દૂરની છે પણ આ એમનું એક રાજકીય આત્મઘાતી પગલું પણ ગણી શકાય વિસાવદર વિધાનસભામાં ચૂંટણી લડવી એ એમનું મારી દ્રષ્ટિએ આત્મઘાતી પગલું છે.