ભેસાણના વાંદરવડ ગામમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ, અનેક મહાનુભાવોનું સન્માન કરાયું

આ અવસરે અનેક મહાનુભાવોનું સન્માન પણ કરાયું હતું. જેમા શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર દરેક વ્યક્તિનું સન્માન કરાયું હતું.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 27 Jan 2025 12:41 PM (IST)Updated: Mon, 27 Jan 2025 02:28 PM (IST)
bhesantaluka-level-republic-day-celebrations-at-vandarvad

Junagadh News: ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામમાં તાલુકા કત્રાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ભેસાણના મામલતદાર પારઘી દ્વારા ધ્વજ વંદન કરાયું હતું.

naidunia_image

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, તાલુકાના પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક જાખી અને નૃત્ય રજૂ કરાયા હતા.

naidunia_image

આ પ્રસંગે ભેસાણના મામલતદાર પારઘી સાહેબે જણાવ્યું હતું કે વાંદરવડમાં સુદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા આસપાસના તમામ ગામના આગેવાનોએ પણ હાજરી આપી હતી. દરેક વિદ્યાર્થી વિકસિત ભારતનું સપનું પૂરું કરે તેવી શુભકામના પાઠવું છું.

naidunia_image

વાંદરવડ ગામના યુવા સંરપંચ પ્રદીપભાઈ કાનપરીયાની આગેવાનીમાં આ સમગ્ર આયોજન કરાયું હતું. પ્રદીપભાઈ કાનપરીયાને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મળ્યો હતો. જે અંતર્ગત મામલતદાર હસ્તે તેઓને રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો હતો.

naidunia_image

યુવા સરપંચ પ્રદીપભાઈ કાનપરીયાની આગેવાનીમાં વાંદરવડ ગામમાં ઘણા વિકાસના કાર્યોને વેગ મળ્યો છે. ખાસ કરીને ગામની સ્વચ્છતા અને લોક સુખાકારી માટે તેઓએ એ અભિયાનની રીતે કામ કર્યું છે. એક ગોકુળિયા ગામને છાજે એવી ગામની સ્વચ્છતા પર તેઓએ કામ કર્યું છે. સાથે ડિજિટલના યુગમાં કોઈપણ ગ્રામજનોને અગવડતા ન પડે તે માટે વ્યક્તિગત રસ લઈ તેઓ કામગીરી કરી રહ્યા છે.

naidunia_image

આ અવસરે અનેક મહાનુભાવોનું સન્માન પણ કરાયું હતું. જેમા શૈક્ષણિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર દરેક વ્યક્તિનું સન્માન કરાયું હતું.

naidunia_image
naidunia_image

આ દિવસે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image