Junagadh News: ફળોના રાજા કેસર કેરીનો જુનાગઢ યાર્ડમાં આગમન થયું હતું. સામાન્ય રીતે ઉનાળો ના થોડા દિવસો જતા હોય ત્યારે માર્કેટમાં કેરીનું આગમન થતું હોય છે. પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ કેસર કેરીનો આગમન થઈ ગયું છે.જુનાગઢ યાર્ડમાં કેસર કેરીના 40 બોક્સની આવક થઈ હતી. યાદમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3,000 સુધીના ભાવ બોલાયા હતા. 20 કિલોનો 7 હજારથી 12 હજારનો ભાવ બોલાયો
આ વર્ષ પર સારા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થવાની આશા છે કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા જોવાય રહે છે. સામાન્ય રીતે કેસર કેરીનું આગમન 20 તારીખ પછી ના દિવસોમાં આવક થતી હોય છે પરંતુ અત્યારથી ધીમે ધીમે આવક શરૂ થવા લાગે છે.
ફળોના રજા ગણતરી કેસર કેરી સામાન્ય રીતે મોટાભાગના લોકો તેઓની આતુર સાથે રાહ જોતા હોય છે અને તેમનો અંત આવી ગયો છે. કેસર કેરીનું આગમન આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાળાની કેસર કેરીનું ખૂબ જ જાણીતી છે. તાલાળા પદ્ધતિને કેસર કેરીના 40 બોક્સની આવક થઈ હતી. 10 કિલોના 2000 થી 3000 રૂપિયા બોલાયા હતા. તાલાળા ગીર કેસર અને કચ્છની કેસર તેમજ વલસાડની ગુજરાત અને દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય કેરી ગણાય છે.
તો બીજી બાજુ ક્યાંક ખેડૂતો હાલ ચિંતામાં પણ મુકાયા છે હવામાન વિભાગની જે રીતે સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં વાવથાની આગાહીને લઈ ખેડૂતો પણ ચિંતા દૂર બન્યા છે જે રીતે ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી છે જેને લઇ ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. જો માવઠું થાય તો આંબા પર રહેલી કેરી ને તારે નુકસાન થઈ શકે અને કેરીના ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર પડી શકે અને કેરી પણ મોંઘી બની શકે તેવી શક્યતાઓ હાલ જોવાય રહી છે હવામાન વિભાગના આગાહીના કારણે જો માવઠું થશે તો કેરી રસીકોને આ વખત કેરીના ભાવ વધુ ચૂકવવા પડે તો કોઈ નવાઈ નહીં.
