Vantara: વનતારા (Vantara) જામનગરમાં આવેલું રિલાયન્સ ગ્રુપ સ્થાપિત વન્યજીવોનું બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર છે. તે એક સામાન્ય પ્રાણીસંગ્રહાલય કે પર્યટન સ્થળ નથી. હાલની સ્થિતિ મુજબ વનતારાની મુલાકાત માટે પૂર્વ મંજૂરી જરીર છે. તેના વગર કોઈપણ વ્યક્તિ વનતારાની મુલાકાત લઈ શકશે. નહીં.
જો તમને વનતારામાં જવાની તક મળે તો ખરેખર તે એક અદભૂત અને યાદગાર બની જાય તેવી જગ્યા છે. અહીં ગયા પછી પ્રાણીઓને જોવાનો તમારો અભિગમ પણ કદાચ બદલાઈ જશે. વનતારામાં જતા પહેલા તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તે અહીં જણાવીશું.
વનતારા મુખ્યત્વે ઘાયલ કે મુશ્કેલીમાં મુકાયેલા વન્યજીવો જેવાકે વાઘ, હાથી, સિંહ, સરિસૃપ, પક્ષીઓ વગેરે માટેનું પ્રાઇવેટ રિસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર છે. જે પશુ-પક્ષીઓ જંગલમાં જીવી શકે તેમ ન હોય તેમને અહીં રાખવામાં આવે છે જેથી તેઓ સારું અને લાંબુ જીવન જીવી શકે. સાથે જેઓનું ગેરકાયદેસર સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હોય અને એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યાએ આવા પશુ-પક્ષીઓ પકડાય તો તેમને રાખવા માટે તંત્ર વનતારાની ટીમનો સંપર્ક કરે છે. પછી આવા પશુ-પક્ષીઓને અહીં લાવવામાં આવે છે.
જો ભવિષ્યમાં વનતારા જાહેર મુલાકાત માટે જવાનું થાય તો આ બાબતોનું ધ્યાન રાખવું.
- ફોટો ન પાડો- વનતારામાં ફોટો અને વીડિયોગ્રાફી માટે મનાઈ છે. તેથી આવો પ્રયાસ ન કરવો.
- સામાન- ભારે સામાન ન લઈ જોઓ, જેથી તમે સરળતાથી હરી-ફરી શકો.
- પાણી-સ્નેક પણ ટાળો- અંદર પીવાના પાણીની અને નાસ્તાની સુંદર વ્યવસ્થા છે, તેથી સાથે લઈ જવાનું ટાળો.
- શાંતિ જાળવો- મોટેથી વાત ન કરો, ચીસો ન પાડો અથવા અવાજ ન કરો, જેથી પ્રાણીઓને તણાવ ન પડે.
- પ્રાણીઓને ખવડાવો નહીં- તેમના આહારનું સંચાલન નિષ્ણાતો કરે છે; બાહ્ય ખોરાકથી તેમને નુકસાન થઈ શકે.
- દૂરથી જુઓ- પ્રાણીઓ પાસે જવું, સ્પર્શ કરવો કે ફોટા માટે ખૂબ નજીક જવું મનાઈ. પ્રાણીઓના પાંજરાથી જરૂરી અંતર જાળવવું કારણ કે જાળીમાંથી પ્રાણીઓ હુમોલ કરી શકે છે.
- નિયમોનું પાલન- ગાઈડ કે સ્ટાફના સૂચનોનું સખતપણે પાલન કરો. ગાઈડની સૂચના વગર તમારા ગોલ્ફકાર્ટમાંથી નીચે ન ઉતરો.
