આસામથી એરલિફ્ટ કરી જામનગર લવાયું હાથીનું બચ્ચું, Vantara ખાતે થશે સારવાર: જાણો તૂટેલા પગ સાથે જન્મેલા 'રાજા' ની કહાની

2,500 કિમીથી વધુનું અંતર અશક્ય હોવાથી હાથીના બચ્ચા રાજાને એરલિફ્ટ કરીને વનતારા લાવવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 21 Nov 2026 12:13 AM (IST)Updated: Sat, 21 Nov 2026 12:16 AM (IST)
assam-baby-elephant-raja-airlifted-to-vantara-jamnagar-for-emergency-treatment

Baby Elephant Raja Airlifted to Vantara: જન્મથી સંઘર્ષ કરી રહેલા 7 અઠવાડિયાના એશિયાઈ હાથીના બચ્ચા 'રાજા' ને ઈમરજન્સી હોસ્પિટલ સારવાર અર્થે છેક આસામથી જામનગરમાં આવેલ વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યો છે. વનતારાની પશુચિકિત્સક ટીમે 7 અઠવાડિયા સુધી રાજાના માલિકના ઘરે જ તેની સારવાર કરી હતી. જોકે, તેની સ્થિતિ ગંભીર જણાતા તેને બચાવવા માટે અત્યાધુનિક હોસ્પિટલમાં ભરતી કરવો જ એકમાત્ર ઉપાય હતો. વનતારાના સંસ્થાપક અનંત અંબાણીના સહયોગથી શક્ય બનેલી આ ત્રીજી એરલિફ્ટ છે.

જન્મ થતા જ પ્રથમ દિવસે જ પગમાં થયું ફ્રેક્ચર

આ શિશુ હાથીને જન્મ 2 ઓક્ટોબર, 2026 ના રોજ આસામના ગોગામુખ ખાતે થયો હતો. રાજાની માતા પોતે માત્ર 11 વર્ષની હતી અને પ્રથમ વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. જન્મ બાદ ગભરાઈ ગયેલી માતાનો પગ વાગવાથી રાજાના જમણા પગના થાપાના મોટા હાડકા (femur) માં ફ્રેક્ચર થઈ ગયું હતું. જે ઉંમરે શિશુ હાથી માતાની સાથે ચાલવાનું શીખે છે, તે ઉંમરે રાજા પોતાના પગ પર વજન મૂકવા કે ઊભા રહેવા માટે પણ અસમર્થ બની ગયો હતો.

વનતારાની ટીમે 7 અઠવાડિયા સુધી કરી સારવાર

રાજાને પોતાની માતાનું પ્રથમ દૂધ (colostrum) પણ મળી શક્યું નહીં, જે નવજાત હાથીને રોગપ્રતિકારક શક્તિ આપે છે. રાજાના માલિક અને દેખભાળ કરનારાઓએ તેની ગંભીર સ્થિતિ સમજીને વનતારા પાસે મદદ માંગી હતી. જેના પગલે વનતારાની રેપિડ રિસ્પોન્સ ટીમ 8 ઓક્ટોબર, 2026 ના રોજ આસામ પહોંચી હતી. એક્સ-રે તપાસમાં કન્ફર્મ થયું હતું કે હાડકું તૂટીને એકબીજા પર ચડી ગયું હતું. ટીમે પ્લાસ્ટર કાસ્ટ અને સપોર્ટિવ બેન્ડેજ વડે પગને સ્થિર કર્યો અને રાજાને ઉભા રાખવા માટે સ્લિંગનો ઉપયોગ કર્યો હતો.

આ સાથે જ રાજાને ખાસ ફોર્મ્યુલેટેડ મિલ્ક રિપ્લેસમેન્ટ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 ઓક્ટોબરના રોજ રાજાને પોહુમારામાં તેના માલિકના નિવાસ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવ્યું અને તૂટેલા હાડકા પર વજન પડ્યા વિના તેના શરીરની હલનચલન માટે નજીકમાં જ હાઈડ્રોથેરાપી પોન્ડ પણ બનાવવામાં આવ્યો હતો.

બેક્ટેરિયાનું સંક્રમણ, લિવર પર સ્ટ્રેસ જેવી જટિલતા

માતાનું દૂધ ન મળવા અને હલનચલન ન કરી શકવાના કારણે રાજાને એક પછી એક ગંભીર જટિલતાથી સાચવો પડ્યો હતો. તેને diarrhoea થઈ ગયો અને લેબોરેટરી ટેસ્ટમાં Klebsiella pneumoniae બેક્ટેરિયલ સંક્રમણ મળી આવ્યું હતું. રાજાને લો બ્લડ સુગરની સમસ્યા થતી હતી અને બ્લડ ટેસ્ટમાં લીવર માર્કર્સ વધેલા જોવા મળ્યા હતા, જે લીવર પર સ્ટ્રેસ દર્શાવે છે. લાંબા સમય સુધી પડ્યા રહેવાના કારણે તેના માથા પર પ્રેશર સોર (ધા) થઈ ગયા હતા.

naidunia_image

વધુમાં, રાજાને અમ્બીલીકલ હર્નિયા તથા શરીરમાં ભારે નબળાઈ આવી ગઈ હતી. વનતારાની ટીમે ટાર્ગેટેડ એન્ટિ બાયોટિક્સ, IV ફ્લુઈડ, લીવર સપોર્ટ, વિટામિન, મિનરલ્સ, પ્રોબાયોટિક્સ અને ઘાની કાળજીપૂર્વક સારવાર કરી હતી. જોકે, તેની હાલત હજુ પણ ગંભીર હોવાથી તેને સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્પિટલમાં અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ, ઓર્થોપેડિક કેર અને રિહેબિલિટેશનની જરૂર છે.

ગુવાહાટીથી જામનગર ખાસ ફ્લાઈટમાં કર્યો એરલિફ્ટ

રાજાને 20 નવેમ્બર, 2026 ના રોજ ગુવાહાટીથી જામનગર માટે ખાસ ફ્લાઈટ દ્વારા રવાના કરવામાં આવ્યો છે. રાજા માટે ખાસ ડિઝાઈન કરાયેલા બોક્સ (crate) માં તેને લઈ જવામાં આવ્યો, જેમાં તેના પગને સ્થિર રાખવા માટે સપોર્ટ અને પ્રેશર સોરથી બચાવવા નરમ પથારીની વ્યવસ્થા કરી હતી. આ સમગ્ર વિમાની મુસાફરી દરમિયાન વનતારાના અનુભવી વેટરનરી ડોક્ટરો, પેરાવેટ્સ અને કેરગીવર્સની ટીમ તેની સાથે જ હતી. આ દરમિયાન તેના હાર્ટ રેટ, શ્વાસ, તાપમાન, હાઇડ્રેશન અને બ્લડ ગ્લુકોઝનું સતત મોનિટરિંગ કર્યું.

જીવનભર સારવાર અને દેખરેખ માટે Vantara કટિબદ્ધ

જામનગર પહોંચ્યા બાદ રાજાને વનતારાની હાથીઓ માટેની સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, જ્યાં આગળની ઓર્થોપેડિક સારવાર અને થેરાપી ચાલુ રહેશે. આ પ્રકારની ઈજાના કારણે રાજાને આજીવન વેટરનરી દેખરેખની જરૂર પડશે અને વનતારા આ આજીવન સંભાળ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

વનતારાના CEO વિવાણ કરાણીએ જણાવ્યું કે, “રાજા તૂટેલા પગ સાથે આ દુનિયામાં આવ્યો હતો, પરંતુ તેનો જુસ્સોતૂટ્યો નથી. 7 અઠવાડિયાથી તે પોતાના નાના શરીર કરતા પણ મોટા સાહસ સાથે લડી રહ્યો છે. હવે તેને સંભાળવાનોઅમારો વારો છે. અનંત અંબાણીની અનુકંપા અને સપોર્ટથી 2,500 કિમીનો પ્રવાસ માત્ર ચાર કલાકમાંપૂરો થયો. હવે વનતારા ખાતે અમે તેને ઊભા રહેવા, ચાલવા અને એક દિવસ દોડવાની દરેક તક આપીશું.”