જામનગરમાં અંબાણી પરિવાર અને અમેરિકી ડેલિગેશન વચ્ચે હાઇ-પ્રોફાઇલ બેઠક: ગ્રીન એનર્જી અને ડીપ-ટેકમાં બનશે નવી ભાગીદારી

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જામનગરમાં રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લીધી હતી. મુકેશ અને અનંત અંબાણી સાથે ગ્રીન એનર્જી, ડીપ ટેક અને ભારત-અમેરિકાના વ્યાપારી સંબંધો મજબૂત કરવા પર ચર્ચા થઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 22 Oct 2026 08:09 AM (IST)Updated: Thu, 22 Oct 2026 08:09 AM (IST)
us-delegation-visits-reliance-jamnagar-green-energy-deep-tech-talks

US Delegation Jamnagar Visit: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને અમેરિકાના એમ્બેસેડર સર્ગીયો ગોરે બુધવારે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઈનરીની હાઈ પ્રોફાઈલ મુલાકાત કરી હતી. આ હાઇ પ્રોફાઈલ મુલાકાત દરમિયાન રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી સાથે બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.

ગીગા- ફેક્ટરીઝ અને ડીપ ટેક ફ્યુચરિસ્ટિક વિઝન

આ મુલાકાત દરમિયાન વિદેશી ડેલિગેશનને રિલાયન્સની મેગા રિફાઇનરીની વિશેષ મુલાકાત કરાવવામાં આવી હતી. અંબાણી પરિવારે તેમનો ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સનો વિઝન રજૂ કર્યો હતો. તબક્કાવાર મહત્વકાંક્ષી ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સની વિસ્તારપૂર્વક માહિતી આપી. આ મહત્વની બઠકમાં જામનગર કોમ્પલેક્સને માત્ર તેલ શુદ્ધિકરણ પૂરતુ સીમિત ન રાખતાં ફ્યુચરમાં ડીપ ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક હબ તરીકે વિકસાવવાની યોજના રજૂ કરવામાં આવી હતી.

naidunia_image

ગ્લોબલ સપ્લાય ચેઇન અને રોકાણ અંગે ચર્ચા

બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારની વર્તમાન સ્થિત પર ગંભીર ચિંતન અને મંથન થયું હતુ. ખાસ કરીને સસ્તી અને વિશ્વાસપૂર્ણ ઉર્જાનો પુરવઠો સુનિશ્ચિત કરવો. ટેકનોલોજીના અપગ્રેડેશન અને ગ્લોબલ સપ્લાય ચેઇનને વધારે મજબૂત કરવી. ભવિષ્યની વૈશ્વિક માંગની આપૂર્તિ માટે જરુરી મોટું અને જંગી રોકાણ લાવવું. આ મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા થઈ હતી.

રુબિયોએ ભારતને રિફાઇનિંગ સુપરપાવર ગણાવ્યું

જામનગરની મુલાકાત દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી માર્ક રુબિયોએ ભારતીય એનર્જી સેક્ટરના વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેઓએ ભારતને વિશ્વમાં એક રિફાઈનિંગ સુપરપાવર તરીકે ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની મોટી અને સક્ષમ ક્ષમતા ભારત પાસે છે. દુનિયામાં તેલ સંકટ દૂર કરવા માટે ભારતીય રિફાઈનરીઝ મહત્વની ભૂમિકાઓ ભજવી શકે છે.