Jamnagar News: જામનગરમાં સ્થિત અંબાણી પરિવારના રિલાયન્સ ગ્રીન ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવને પગલે જામનગર એરપોર્ટ પર દેશ અને દુનિયાના જાણીતા સિતારાઓનો જમાવડો યથાવત્ત રહ્યો છે. બોલિવુડ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ખેલ જગતની જાણીતી સેલિબ્રિટીઓ જામનગર પહોચી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન એમ. એસ ધોની અને બોલિવુડ અભિનેત્રી ક્રિતી સેનન પણ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતી.
એમ. એસ. ધોની અને કૃતિ સેનન પહોચ્યા જામનગર
પૂર્વ ક્રિકેટર એમ. એસ ધોની અને પ્રખ્યાત અભિનેત્રી કૃતિ સેનન પણ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ કાર મારફતે રિલાયન્સ ગ્રીન ખાતે જવા માટે રવાના થયા હતા. સાંજના સમયે બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કૃતિ સેનન અને સાનિયા કપૂરનું પણ જામનગર એરપોર્ટ પર આગમન થતાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિલાયન્સ ગ્રીન ખાતે ગરબા મહોત્સવ
રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત આ ગરબા મહોત્સવમાં વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેવા બોલિવૂડ સેલિબ્રિટીઝે ધમાકેદાર પરફોર્મન્સ આપીને ગરબાના તાલ પર ખેલૈયાઓને ડોલાવ્યા હતા. જામનગરમાં સતત સેલિબ્રિટીઝના આગમનને કારણે એરપોર્ટ તેમજ રિલાયન્સ ટાઉનશિપ વિસ્તારમાં ભારે આકર્ષણ જમાયું છે.
