Jamnagar: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા અરજી પ્રક્રિયા શરૂ, આ રીતે 'ikhedut 2.0' પર ઑનલાઈન અરજી કરો

ikhedut 2.0માં લાભાર્થી લોગીન કરી ઓનલાઈન અરજી નોંધણી કરવાની ત્યારબાદ આ અરજીને ઓનલાઈન ફરજીયાત સબમિટ કરવાની અને સબમિટ થયા પછી ફરજીયાત પ્રિન્ટ પણ મેળવી લેવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jul 2026 08:37 PM (IST)Updated: Sun, 05 Jul 2026 08:37 PM (IST)
jamnagar-news-mukhyamantri-gaumata-poshan-yojana-ikhedut-portal-applications-open-now

Jamnagar, Mukhyamantri Gau Mata Poshan Yojana: જામનગર જિલ્લામાં આવેલ અને રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' નાણાકીય વર્ષ 2025-26 માટે આઇ-ખેડુત પોર્ટલ-2.0 (ikhedut 2.0–Gujarat State Portal) પર મૂકવામાં આવ્યું છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

એપ્રિલ-2026 થી જૂન-2026ના તબક્કાની સહાય માટે તારીખ આગામી તા.15 જુલાઈ 2026 સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. એપ્રિલ-2026 થી જૂન-2026ના તબક્કાની સહાય માટે તારીખ 15/07/2026 દરમિયાન આઇ-ખેડૂત પોર્ટલ-2.0 પર અચૂકપણે અરજી કરી લેવાની રહેશે.

જે તબક્કા માટે ઓનલાઇન આઇ-ખેડૂત પોર્ટલ-2.0 પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

 

ikhedut 2.0માં લાભાર્થી લોગીન કરી ઓનલાઈન અરજી નોંધણી કરવાની ત્યારબાદ આ અરજીને ઓનલાઈન ફરજીયાત સબમિટ કરવાની અને સબમિટ થયા પછી ફરજીયાત પ્રિન્ટ પણ મેળવી લેવી.

પોર્ટલ પર અરજી પેન્ડીંગ /ડ્રાફ્ટ રાખવી નહિ અન્યથા આવી પેન્ડીંગ /ડ્રાફ્ટ અરજી પ્રિન્ટ પાના નહિ આવે, તેમજ પોર્ટલ પર આવી નોંધાયેલ અધુરી અરજી માન્ય ગણાશે નહિ જેની ખાસ નોંધ લેવી.

ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ લઈ અરજીના પ્રિન્ટ આઉટના બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-21માં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે.

ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.