કાલાવડના પીપરી ગામે મિત્રો સાથે નહાવા ગયેલા યુવકનું ડૂબી જતા મોત, દોઢ મહિના પહેલા જ કમાણી અર્થે આવ્યો હતો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 13 May 2024 12:36 PM (IST)Updated: Mon, 13 May 2024 12:36 PM (IST)
jamnagar-news-a-youth-who-went-to-bathe-with-his-friends-drowned-in-kalavads-pipri-village

Jamnagar News: ચોરવાડના કુકાસવાડ ગામનો યુવાન દોઢેક માસ પૂર્વે નિકાવા પાસે આવેલી અવધ નમકીન કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી યુવાન પોતાના મિત્રો સાથે પીપરી ગામે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો જ્યાં યુવકનું ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના નિકાવાવ પાસે આવેલી અવધ નમકીનમાં કામ કરતો દેવ કરશનભાઈ ભરડા નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં પીપરી ગામે આવેલા તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચોરવાડના કુકાસવાડ ગામનો વતની અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. દોઢ માસ પૂર્વે અવધ નમકીનમાં કામ કરવા આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી રૂમ પાર્ટનર મિત્રો સાથે પીપરી ગામે તળાવમાં ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.