Jamnagar: હોળી-ધૂળેટીના પર્વને પગલે મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા દ્વારકા અને ડાકોર પહોંચી રહ્યા છે. એવામાં દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલી 18 વર્ષીય પદયાત્રી યુવતીનું અચાનક ગભરામણ બાદ મોત નીપજ્યું છે.
નાઘેડી ગામથી શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતો હતો
જામનગરના નાઘેડી ગામથી શ્રદ્ધાળુઓનો સંઘ દેવભૂમિ-દ્વારકા ખાતે આયોજિત ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આ સંઘ ગઈકાલે જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા બેડ ટોલનાકા નજીક પહોંચ્યો હતો.
આ પણ વાંચો
આ સમયે સંઘમાં પદયાત્રા કરી રહેલા જયશ્રીબેન ગમારા (18)ને અચાનક છાતીમાં દુખાવો ઉપડવા સાથે ગભરામણ થવા લાગી હતી. જયશ્રીની તબિયત વધારે લથડતાં તાત્કાલિક 108 મારફતે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી રહી હતી. જો કે રસ્તામાં જ જયશ્રીએ અંતિમ શ્વાસ લીધા હતા.
In Pic: દ્વારકા દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ
આ ઘટનાના પગલે નઘેડી ગામ તેમજ દ્વારકા જતાં પગપાળા સંઘમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ધીમે-ધીમે ગરમી જોર પકડી રહી છે, ત્યારે તબીબો દ્વાપા પદયાત્રીઓને સમયાંતરે વિરામ લેવાની તેમજ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.
