Jamnagar News: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના અંબાલા ગામની સીમમાં એક વાડીની ઓરડીમાં ધમધમતા મોટા જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે. લીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 31,64,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેન્જ IG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા માટે આપેલી કડક સૂચનાના પગલે LCBની ટીમે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રોલ-જોડીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, અંબાલા ગામની સીમમાં અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનીભા દેવુભા જાડેજાની વાડીની ઓરડીમાં મોટા પાયે જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પૂર્વયોજિત રીતે દરોડો પાડી 'માંગ પાના' (અંદર-બહાર) નામે ગંજીપાના વડે જુગાર રમી રહેલા 17 શખ્સોને આબાદ રીતે ઝડપી લીધા હતા.
LCBની ટીમે દરોડા સ્થળેથી કરોડો રૂપિયાના વાહનો અને મોટી રોકડ રકમ સહિત કુલ 31,64,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતવાર માહિતી અનુસાર, તેમાં 3,04,500 રૂપિયા રોકડા, 18 મોબાઇલ ફોન (જેની કિંમત 6,60,000 રૂપિયા અંદાજવામાં આવી છે), 5 મોટરસાયકલ (કિંમત 2,00,000 રૂપિયા), અને 3 ફોરવ્હીલ કાર (કિંમત 20,00,000 રૂપિયા) છે.
આ સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ તલાવડીયાની ફરિયાદના આધારે LCBના પીએસઆઇ એમ.વી. ભાટીયાએ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. LCB પીઆઇ વી.બી. ચૌધરીના સચોટ માર્ગદર્શન હેઠળ તેમની ટીમના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી પાર પાડવામાં આવી હતી, જે બદલ પોલીસ બેડામાં તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. જુગારના આ મોટા રેકેટનો પર્દાફાશ થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા જુગારીઓની યાદી
- અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનીભા જાડેજા (અંબાલા, જોડીયા)
- પારસભાઇ ઉર્ફે ભોલુ જારીયા (મોરબી)
- રાજેશભાઇ માણંદભાઇ ગરચર (અંબાલા, જોડીયા)
- ભાવેશભાઇ નારણભાઇ ડાંગર (દુધઇ, જોડીયા)
- વિશાલભાઇ રાજેશભાઇ રાજદેવ (મોરબી)
- ભાવેશભાઇ માણંદભાઇ ગરચર (અંબાલા, જોડીયા)
- મેહુલભાઇ લાખાભાઇ જીલરીયા (મોરબી)
- જયદીપભાઇ ધનશ્યામભાઇ ભડાણીયા (મોરબી)
- જયદીપભાઇ મહેન્દ્રભાઇ લો (મોરબી)
- ભરતભાઇ મેરામભાઇ ગરચર (અંબાલા, જોડીયા)
- સુર્યાભાઇ નાનજીભાઇ મિયાત્રા (મોરબી)
- કિશોરભાઇ માધવજીભાઇ ગાંગાણી (દુધઇ, જોડીયા)
- સુમીતભાઇ વસંતભાઇ ગોધાણી (મોરબી)
- વિવેકભાઇ વિનોદભાઇ ગૌસ્વામી (મોરબી)
- અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર (મોરબી)
- વિશાલભાઇ હસમુખભાઇ ગાંભવા (આમરણ, મોરબી)
- અનિરૂધ્ધસિંહ સહદેવસિંહ જાડેજા (ભીમકટા, જોડીયા)
