Jamnagar Navratri 2026: જામનગર ખાતે રિલાયન્સ ગ્રીન્સમાં અંબાણી પરિવાર દ્વારા ગરબોત્સવનું આયોજન કરાયું છે. આ ખાસ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણીએ પણ ભવ્ય નવરાત્રિ ગરબોત્સવમાં ખાસ હાજરી આપી હતી. નવરાત્રીના આઠમા દિવસે એટલે કે અષ્ટમીના પાવન પર્વે સમગ્ર અંબાણી પરિવાર માતાજીની ભક્તિ અને ગરબાના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.
અંબાણી પરિવારની ધામધૂમથી ઉજવણી
રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત ગરબા મહોત્સવમાં અંબાણી પરિવારે ઉપસ્થિત રહીને આદ્યશક્તિ માં અંબાની આરાધના કરી હતી. ત્યારબાદ હાજર રહેલા રિલાયન્સ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિજનો સાથે ખૂબ જ ઉત્સાપૂર્વક ગરબા ઉજવણીમાં ભાગ લીધો હતો.
ગરબા ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર
રિલાયન્સ ગ્રીન્સ પરિસરમાં યોજાયેલા આ મહોત્સવમાં અનંત અને રાધિકા અંબાણીના આગમન સાથે જ ઉપસ્થિત ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ અંબાણી પરિવારે શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના આ પર્વને રિલાયન્સ પરિવારના સભ્યો સાથે યાદગાર બનાવ્યો હતો.
