Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા સામી પરિવારનો એક વર્ષનો બાળક રમતા અખત માટે પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશનો વતની અને હાલ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા ખેડૂત ચંદુભાઈ મોહનભાઈ વસોયા ની વાડીમાં રહીને ખેત મંજૂરી કામ કરતા કમલેશભાઈ દિવાનભાઈ સિંગળ નો એક વર્ષનો પુત્ર ગણેશ જે ગઈકાલે બપોરે પોતાના ઘરના ફળિયામાં રમી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા કમલેશભાઈ દિવાનભાઈ શિંગાળે પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એસ જાડેજા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રાજકોટ SOGને મોટી સફળતા, ગોંડલ તાલુકાના બે ગામોમાંથી બોગસ તબીબ ઝડપ્યા
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ અને પાટણવાવ પંથકમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બે બોગસ ડોક્ટરને ઝડપી લીધા હતા. ગોંડલના ભરૂડી અને પાટણવાવના વળોદર ગામે એસઓજીની ટીમે દરોડો પાડી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા બે નકલી ડોક્ટરની ધરપકડ કરી દવાઓ સહીત રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકાના ભરૂડી ગામે આશીર્વાદ ક્લિનિક નામે ડિગ્રી વગર સારવાર કરતા ગોંડલના રામકૃષ્ણ નગરમાં રહેતો 42 વર્ષીય બીપીન લક્ષ્મણભાઈ દોંગાની ધરપકડ કરી હતી. બીપીન પાસે મેડિકલ ડિગ્રી માંગી ત્યારે તેની પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી બીપીન માત્ર ધોરણ 11 સુધી જ ભણેલો છે. એસઓજીએ ક્લિનિકમાંથી રૂપિયા 67,812 ની કિંમતનો એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો તેમજ 5000 રૂૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 72,812 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજા દરોડામાં પાટણવાવના વળોદર ગામે શ્રીજી કલીનક ચલાવતા જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર રહેતા ધવલ વિનોદભાઈ બગથરીયાને ઝડપી લઇ તેની કલીનીકમાંથી ક્લિનિકમાંથી રૂપિયા 52ની કિંમતનો એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.
