Jamnagar News: જામનગર શહેરમાં એક યુવકે આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂની પ્રેમિકાએ વારંવાર ફોન કરતાં કંટાળી ગયેલા યુવકે આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. મૂળ આધ્રપ્રદેશનો 26 વર્ષીય યુવાન જામનગરની પટેલ કોલોની ખાતે રહેતો હતો. તેમજ મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. યુવકના આપઘાતને ળઇને સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.
આંધ્રપ્રદેશના યુવકે આપઘાત કર્યો
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, જામનગરની પટેલ કોલોનીમાં રહેતો અને મિકેનિકલ એન્જિનિયર યુવક પવનકુમાર શ્રીહરી ગુડુપલ્લી મૂળ આધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમનો રહેવાસી હતો. તેણે ગત 7 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે પોતાના રુમમાં પંખા પર ચૂંદડી બાધી દઈને ગળે ફાંસો ખાધો હતો, પોલીસ તપાસ અનુસાર, પવનકુમારને તેની ભૂતપૂર્વ પ્રેમિકા રોઝા વારંવાર ફોન કરતી હતી. પણ યુવક વાત કરવા માંગતો નહોતો.
પ્રેમિકાના ફોનથી ગભરાઈને આપઘાત કર્યો
યુવક જામનગર ખાતે તેની નવી પ્રેમિકા સાથે રહેતો હતો. જૂની પ્રેમિકાના સતત આવતા ફોનની જાણ નવી પ્રેમિકાને થઇ જતાં વર્તમાન સંબંધ તૂટી જશે, તેવા ડર અને માનસિક તણાવમાં આવીને યુવકે આત્મઘાતી પગલું લેવાનું નક્કી કર્યું હતું. અને રાત્રિના સમયે રુમના પંખા સાથે ચૂંદડી બાંધીને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ ઘટના અંગે યુવક પવનકુમાર સાથે રહેતા લીખીતા ગીરિબાબુ બુડ઼ુમુરુની જાણના આધારે સીટી બી ડિવિઝન પોલીસે બીએનએસએસની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોધી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
