Jamnagar: જામદુધઈમાં વિકાસ કામના અભાવે ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગ્યા, લખ્યું- પ્રચાર માટે કોઈપણ નેતાએ પ્રવેશવું નહીં

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 19 Mar 2024 12:45 PM (IST)Updated: Thu, 04 Jul 2024 04:45 PM (IST)
jamnagar-in-jamdudhai-election-boycott-posters-appeared-due-to-lack-of-development-work

Jamnagar News: જામનગરના જામ દુધઈ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. જેમાં ગામના મુખ્ય દરવાજા અને વિવિધ સ્થળોએ ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરમાં તેમણે લખ્યું છે કે, ચૂંટણી પ્રચાર માટે કોઈપણ પક્ષના નેતાઓએ ગામમાં પ્રવેશવું જોઈએ નહીં. કારણ કે અમારા ગામમાં વર્ષોથી આજ દિન સુધી કોઈ સરકારી કામ થયું નથી. આથી અમે ગામના તમામ લોકો સાથે મળીને આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ.

આ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા એક આવેદન પણ આપવામાં આવ્યું છે કે, અમારા ગામમાં કોઈ સરકારી કામ યોગ્ય રીતે થયું નથી. અમારા ગામમાં રોડ બનાવ્યા બાદ ગામમાં 2 પાણીની ટાંકી, ગૌ શાળાની દિવાલ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. પાણીનો ભંડારાની કામગીરી પણ નબળી પડી છે. ગામમાં બનાવેલી પાણીની ટાંકીમાં 8 દિવસે પાણી આવે છે. ગામમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.

સ્થાનિક લોકોએ ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. અધિકારીઓએ સ્થાનિક લોકોને કહ્યું કે, તમે જ્યાં ઇચ્છો ત્યાં જઇ શકો છો અને તે રીતે કામ કરવામાં આવશે. આખરે આ જવાબ સાંભળીને સ્થાનિક લોકોએ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરવા અને પક્ષના કોઈ નેતાને ગામમાં પ્રવેશવા નહીં દેવાના પોસ્ટર લગાવ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.