Jamnagar: જામનગર-કાલાવડ હાઈવે પર આવેલ ક્રિષ્ના રેસ્ટોરન્ટ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શેરડીનો રસ પીતા હતા ત્યારે જ કાળમુખી કારે અડફેટે લીધા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કાલાવડ-જામનગર હાઈવે સ્થિત નવા માર્કેટિંગ યાર્ડની સામે આવેલ ક્રિષ્ના રેસ્ટોરન્ટ પાસે કેટલાક ગઈકાલે બપોરના સમયે કેટલાક લોકો શેરડીનો રસ પી રહ્યા હતા. આ દરમિયાન માંતેલા સાંઢની માફક ધસી આવેલી કારે શેરડી પી રહેલા લોકોને ઠોકરે ચડાવ્યા હતા.
Parenting Tips: ઉનાળાના વેકેશનમાં બાળકો બોર ના થઈ જાય, આ રહ્યા બીઝી રાખવાના બેસ્ટ 'ટાઈમ પાસ' આઈડિયાઝ
આ અકસ્માતમાં શેરડીનો રસ પી રહેલ કિર્તીબેન ચાનપા નામની મહિલા અને આયાન ઠાસરિયા નામના સગીરનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે જણાને ઈજા પહોંચી છે. આ અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા પોતાના પતિ સાથે જામનગરમાં પગના દુખાવાની દવા લેવા ગયું હતુ. જ્યાંથી કાલાવડ પરત ફરીને તેઓ માર્કેટયાર્ડ સામે ઉભા હતા ત્યારે જ કારે તેમને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, કારનો ચાલક આગળ જતી બસને ઓવરટેક કરે છે, તે સાથે જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસે છે અને રોડની સાઈડમાં શેરડીનો રસ પી રહેલા લોકોને ઠોકરે ચડાવે છે.
