જામનગર સાયબર ક્રાઈમ: કમિશન લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપનાર 9 શખ્સો સામે FIR, રુ. 64 લાખથી વધુના ફ્રોડનો ખુલાસો

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે કમિશનની લાલચે સાયબર ગઠિયાઓને બેન્ક એકાઉન્ટની કીટ સોંપનાર 9 શખ્સો સામે FIR નોંધી છે. તપાસમાં ₹64.49 લાખના ગેરકાયદેસર નાણાં વ્યવહારો સામે આવ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 10 Sep 2026 03:34 PM (IST)Updated: Thu, 10 Sep 2026 03:34 PM (IST)
jamnagar-cyber-crime-bank-account-rent-fraud-64-lakh-9-accused

Jamnagar Cyber Crime: જામનગર જિલ્લામાં સાયબર ફ્રોડ માટે બેન્ક એકાઉન્ટ્સ પૂરા પાડતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઓનલાઇન ઠગાઈના નાણાંની હેરાફેરી માટે પોતાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી, બેન્ક ખાતાની તમામ કીટ સાયબર ગઠિયાઓને સોંપીને કમિશન મેળવનારા 9 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ ખાતાઓમાંથી કુલ 64,49,699 ના ગેરકાયદેસર નાણાં વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે.

કેવી રીતે ઝડપાયું સાયબર રેકેટ

રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પો્ર્ટલ અને સમન્વય પોર્ટલ પરથી મળેલી શંકાસ્પદ વિગતોના આધારે પોલીસે પોતાની તપાસ શરુ કરી હતી. પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝનના બેન્ક એકાઉન્ટ્સના કેવાયસી ડોક્યુમેન્ટ્સ અને બેન્ક સ્ટેટમેન્ટનું વિશ્વેષણ કરવામાં આવતા કરોડોના ફ્રોડનું આ કૌભાંડ સામે આવ્યું હતું.

9 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જામનગર પોલીસે 9 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયા, સાહિત્ય સાજીદ માડકીયા, અમીન મહમદ બ્લોચ, અલ્તાફ સુલેમાનભાઈ ઓડીયા, સાજીદ સતારભાઈ માડકીયા, અબરાર સુલેમાન ઓડીયા, જમીર વલીમામદ ઠાસરીયા, યાસ્મીન ઇસાકભાઈ પીઠડિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે બીએનએસની કલમો ઉમેરી

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે બીએનએસની કલમ 3(5), 54 અને 11(2), 318(4), સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.