જામનગરમાં દૂધમાં ભેળસેળ સામે મનપાની કાર્યવાહી; વહેલી સવારથી સઘન ચેકિંગ, 170 લિટર દૂધનો નાશ કરાયો

સવારે 6.30 વાગ્યાથી જ ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. દૂધના વેચાણ સાથે સંકળાયેલા વાહનો અને મોટરસાયકલો રોકીને દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Nov 2026 03:01 PM (IST)Updated: Fri, 20 Nov 2026 03:01 PM (IST)
jamnagar-civic-body-destroys-170-litres-of-milk-after-inspection

Jamnagar News: જામનગરમાં દૂધમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદોને પગલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શનમાં આવી છે. સઘન ચેકિંગ દરમિયાન દૂધ ભરેલા વાહનો અને મોટરસાયકલોની તપાસ કરી દૂધની ગુણવત્તા ચકાસવા માટે 51 નમૂના જામનગર જ્યારે 7 નમૂના તપાસ અર્થે વડોદરા મોકલાયા છે. તપાસ દરમિયાન અસામાન્ય પરિણામો સામે આવતાં 170 લિટર દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ફૂડ શાખાની ટીમ દ્વારા વહેલી સવારથી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સવારે 6.30 વાગ્યાથી જ ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. દૂધના વેચાણ સાથે સંકળાયેલા વાહનો અને મોટરસાયકલો રોકીને દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી રહી છે. દૂધમાં ભેળસેળ અટકાવવા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત દૂધ મળી રહે તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચેકિંગ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા 51 નમૂના જામનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 7 નમૂના વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અસામાન્ય પરિણામો મળતાં 170 લિટર દૂધનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દૂધના વેચાણકર્તાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.