Jamnagar News: જામનગર મહાનગરપાલિકાએ આજે બચુનગર વિસ્તારમાં એક મોટી અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. નદીના પટમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે ચાર જેસીબી મશીનો સાથે મેગા ડિમોલિશન ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આ કામગીરીમાં અંદાજે 98,000 ચોરસ ફૂટ જમીનમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 17.62 કરોડ આંકવામાં આવે છે.
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કાર્યકારી ઇજનેર એન.આર. દિક્ષિત અને મુકેશ વનરવા સહિતના અધિકારીઓની ટીમે આ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી હતી.
આ પણ વાંચો
અગાઉ, ટાપુ વિસ્તારમાં પણ આવી અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી નદી કિનારાના વિકાસને સક્ષમ બનાવશે અને શહેરની સુંદરતામાં વધારો કરશે.
