Anant Ambani Speech: જ્યારે દેશ-વિદેશની અનેક હસ્તીઓ બેઠી હોય અને નાનો દિકરો સ્ટેજ પર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વ્યક્તિગત જીવનમાં આવેલા સુખ- દુ:ખની વાત કરતો હોય ત્યારે સ્વાભાવિક છે દરેક માતા-પિતાની આંખમાં આસું આવી જાય. આવુંજ કંઈક બન્યું જામનગરમાં. પ્રિ-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસે રાધિકા મર્ચેન્ટ અને અનંત અંબાણી સ્ટેજ પર હતા. અનંત પોતાની વાત જણાવી રહ્યું હતો અને તેમા પોતાના-માતા પિતાએ શું ભૂમિકા ભજવી તેની વાત કરી રહ્યો હતો ત્યારે સ્ટેજની સામે બેઠેલા મુકેશ અંબાણીની આંખમાં આસું આવી ગયા હતા. આ આસું સાથે તેણે પોતાના દિકરાના આત્મવિશ્વાસને તાળીઓ પાડી બિરદાવ્યો હતો.
અનંત અંબાણીએ શું કહ્યું
પ્રિ-વેડિંગ સેરેમનીમાં અનંત કહ્યું હતું કે તમે અહીં બધુ જોઈ રહ્યા છો તે મારી મમ્મીએ બનાવ્યું છે. તેમાં કોઈનો હાથ નથી. મારી મમ્મીએ છેલ્લા 4 મહિનાથી દિવસના 19 કલાક સુધી કામ કર્યું છે. હું મારી મમ્મી પ્રત્યે કૃતજ્ઞ છું અને તેમનો આભાર માનું છું. અનંત અંબાણીએ જામનગરમાં આવેલા તમામ મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. મને અને રાધીકાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે તમે બધા આવ્યા તેથી તમારો આભાર. તમને જો કોઈ અગવડતા પડી હોય તો હું માફી માગુ છું. અમારા બન્નેને પરિવારને માફ કરી દેજો.
અનંતે ફરી માતા-પિતા, ભાઈ, બહેન અને જીજાજીનો આભાર માન્યો હતો. મને સ્પેશિયલ ફિલ કરાવવા માટે મારો પરિવાર પણ છેલ્લા ત્રણ મહિનાથી માંડ ત્રણ કલાક સુતો હશે. અહીંની ખુશી હું તમારી બધા સાથે શેર કરું છું તે વાતનો પણ મને આનંદ છે. મારી લાગણીઓને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મારું જીવન હંમેશા સુખદાયક ન હતો. મેં ઘણી પીડાઓ સહન કરી છે. મેં ઘણી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કર્યો છે. પંરતુ મારા માતા-પિતાએ મને ક્યારેય આ દુ:ખ અનુભવવા દીધું નથી. તેઓ હંમેશા મારી સાથે ઊભા રહ્યા છે અને કહેતા હતા કે હું વિચારીશ તો હું કરી શકીશ. અનંતે રાધિકાનો અને રાધિકાના પરિવારનો પણ ખુબ આભાર માન્યો હતો. અનંતે તેના દાદી અને નાનીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. હું નાગર બ્રાહ્મણ છું. મારી નાનીએ મને ઘણું શિખવ્યું છે.
