Jamnagar Weather Forecast: જામનગરમાં આજે હળવા વરસાદની શક્યતા, બફારો અને ઉકળાટ રહેશે યથાવ

હવામાન વિભાગ અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 25 Aug 2026 07:30 AM (IST)Updated: Tue, 25 Aug 2026 07:30 AM (IST)
amnagar-weather-forecast-today-and-tomorrow-august-25-2026-cloudy-skies-and-scattered-light-showers-expected-check-latest-update

Jamnagar Weather Forecast Today and Tomorrow | આજનું જામનગરનું હવામાન (25 ઓગસ્ટ 2026): જામનગર જિલ્લામાં આ વખતે સારો વરસાદ જોવા મળ્યો નથી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદની હાજરી લગભગ નહીવત જેવી જ છે. ક્યાંક છૂટાછવાયા એકાદ બે વરસાદી ઝાપટાં વરસ્યા સિવાય સારો વરસાદ જોવા મળ્યો નથી. જેના કારણે બફારો અને ઉકળાટમાં વધારો થયો છે. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન નોંધાઇ શકે છે.

જામનગરમાં આજે વરસાદ પડશે?

હવામાન વિભાગ અનુસાર, જામનગર શહેર અને જિલ્લામાં આજે 25 ઓગસ્ટ 2026ના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. આગામી 26થી 30 ઓગસ્ટ દરમિયાન પણ આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. જ્યારે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. જોકે જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા નહીંવત છે. ક્યાંક ક્યાંક હળવા ઝાપટાં સ્વરૂપે વરસાદ થઇ શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ અનુસાર, આગામી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદી ઝાપટાં વરસી શકે છે.

જામનગરમાં આજે કેટલું રહેશે તાપમાન?

જામનગરમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન કેટલું રહેશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના લોકલ વેધર ફોરકાસ્ટ અનુસાર, આજે 25 ઓગસ્ટ 2026ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. ભેજનું પ્રમાણ 75થી 82 ટકા સુધી રહી શકે છે. 26થી 30 ઓગસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રીની વચ્ચે જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ 80થી 85 ટકા સુધી રહેવાની શક્યતા છે.

જામનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ વરસ્યો

ચોમાસું 2026ની સિઝનમાં અત્યારસુધીમાં જામનગર જિલ્લામાં તાલુકાવાર સિઝનનો કેટલો વરસાદ પડ્યો તેની વિગતો અહીં કોષ્ટકમાં આપવામાં આવી છે.

તાલુકા એવરેજ વરસાદ(1996-2025) સિઝનનો વરસાદ વરસાદની ટકાવારી
ધ્રોલ 642 213 33.18
જામજોધપુર 795 300 37.74
જામનગર 838 171 20.41
જોડીયા 701 225 32.1
કાલાવડ 722 241 33.38
લાલપુર 789 146 18.5
જિલ્લાનો સરેરાશ 747.83 216 28.88