Gujarat Weather: દિવાળી બાદ રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડવાથી લોકોને હવે બહાર નિકળતા પહેલા મફલર અને સ્વેટર પહેરવાની જરુર પડી રહી છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે એટલે કે શનિવારે ઠંડીમાં થોડો વધારો થઈ શકે છે.
ઠંડા પવનોથી ઠંડી વધી
વર્તમાન સમયે ઠંડી વધવા પાછળનું કારણે રાજ્ય તરફ ફૂંકાઈ રહેલા ઉત્તર-પૂર્વ દિશામાંથી આવતા ઠંડા પવનો છે. આ ઠંડી લહેરને કારણે જ હાલમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છો. તો બીજી તરફ વાતાવરણમાં ભેજ ઘટવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાત અકવાનને કારણે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં આઈએમડી દ્વારા અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
21 નવેમ્બરે 19 રાજ્યોમાં હવામાનમાં થશે ફેરફાર
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાત અકવાને કારણે આજે દેશમાં અનેક રાજ્યોમાં હવામાન બદલાશે. પશ્ચિમ બંગાળથી લઈને બિહાર સુધી વરસાદ પડવાની આશંકા છે. દિલ્હી, ઝારખંડ અને પૂર્વોતર ભારતના રાજ્યમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. જોકે આ ચક્રવાતની તિવ્રતા ઘટી છે તે રાહતની વાત છે. પરંતુ વાવાઝોડાને કારણે ઠંડા પવનો શરુ થતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો એક રિચર્સ પ્રમાણે રાજ્યમાં 2030 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન શિયાળાના લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રીનો વધારો આવી શકે છે.
ડાંગ જિલ્લામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન
તમને જણાવી દઈએ કે., ગુજરાતમાં શિયાળાના સમયે મોટા ભાગે તાપમાન 12 ડિગ્રી જોવા મળે છે. આ તાપમાન મોટા ભાગે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે છે. હાલમાં ભલે શિયાળામાં તાપમાન 12 ડિગ્રી જોવા મળે પરંતુ આવનારા થોડા વર્ષોમાં આ સમય ગાળા દરમિયાનૃ લઘુતમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરમાં તાપમાનમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે. જો આપણે હાલમાં ગુજરાતના તાપમાનની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. 11 શહેરમાં તાપમાનનો પારો 19 ડિગ્રી નિચે આવી ગયો છે.
ગુજરાત વિવિધ શહેરોનું તાપમાન
- દીવ=17.0 ડિગ્રી
- અમરેલી= 18.2 ડિગ્રી
- ડાંગ=11.2 ડિગ્રી
- ગાંધીનગર-17.2 ડિગ્રી
- વડોદરા=14.0 ડિગ્રી
- ડીસા= 15.5 ડિગ્રી
- જૂનાગઢ=17.4 ડિગ્રી
- નલિયા= 14.0 ડિગ્રી
- અમદાવાદ= 18.1 ડિગ્રી
- ભુજ= 18.2 ડિગ્રી
- દમણ= 16.6 ડિગ્રી
- રાજકોટ= 16.8 ડિગ્રી
