Western Railway: યાત્રિકોની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર "હોળી સ્પેશિયલ ટ્રેન" ચલાવશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ
- ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ મંગળવાર, 11 માર્ચ, 2025ના રોજ સાંજે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે, જે બીજા દિવસે સવારે 9:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
- તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ ગુરુવાર, 13 માર્ચ, 2025ના રોજ ભાવનગર ટર્મિનસથી સવારે 4:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
- આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09013 માટે બુકિંગ 11 માર્ચ, 2025થી શરૂ થશે. જ્યારે ટ્રેન નંબર 09014 માટે બુકિંગ 12 માર્ચ, 2025થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.