Thakor Samaj Mahasammelan: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગાંધીનગરમાં રામકથા મેદાનમાં ‘અભ્યુદય મહાસંમેલન’નું (Abhyudaya Mahasanmelan) આયોજન કરવામાં આવ્યું હતું. અડધી રાત્રે યોજાયેલા આ સંમેલનમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું.
વિક્રમ ઠાકોરે ગેનીબેનને જાહેરમાં કરી વિનંતી
આ પણ વાંચો
ગાંધીનગરના રામકથા મેદાનમાં આયોજીત ‘અભ્યુદય મહાસંમેલન’ના મંચ પરથી ગેનીબેન ઠાકોરને (Geniben Thakor) જાહેરમાં વિનંતી કરતા વિક્રમ ઠાકોરે કહ્યું કે, "સમાજ માટે જે બંધારણ બનાવ્યું તે સમાજના કલ્યાણ માટે જ છે. પરંતુ એક-બે આવી વાતો છે જે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. બંધારણ બન્યા બાદ મને ઘણા બધા ફોન આવ્યા, ખાસ કરીને DJ વાળાઓના ફોન આવ્યા છે."
વિક્રમ ઠાકોરે (Vikram Thakor) વધુમાં કહ્યું કે,"હું ખુદ કલાકાર છું, અને અન્ય કલાકારોની પણ આ રજૂઆત છે. આ બધા કલાકારો અને DJ સંચાલકોનું ઘર પણ તેમના કામ પર જ ચાલતું હોય છે, ત્યારે હું તમને રજૂઆત કરું છું કે તેના વિશે પણ તમે બધા કંઈક વિચારજો. આ મુદ્દે શું થઈ શકે તે વિચારીને તમે બધા આગેવાનો કોઈ રસ્તો કાઢજો. જેથી કલાકારોનું ઘર પણ ચાલી શકે."
ઠાકોર સમાજનું બંધારણ
નોંધનીય છે કે, અગાઉ જાહેર કરેલા ઠાકોર સમાજના બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જાન કે મામેરામાં DJ લઈ જવું નહીં. વધુમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ વધારાની રસમ બંધ કરવામાં આવે છે. ઉપરાંત લગ્ન પ્રસંગે DJ લઈ જવાની જગ્યાએ ઢોલ કે શરણાઈ વગાડી શકાશે.
