Gandhinagar News:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણના રક્ષણ અને ધરતી માતાના સંવર્ધન કાજે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી 'એક પેડ માઁ કે નામ' અભિયાન હવે સફળતાપૂર્વક તેના ત્રીજા ચરણમાં પ્રવેશ્યું છે. આ વૈશ્વિક મહત્ત્વ ધરાવતી ઝુંબેશને વેગ આપવા અને ગુજરાતને હરિયાળું બનાવવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલય સંકુલ ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર સચિવાલય પરિસરમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાની બરાબર સામેની બાજુએ આ ગ્રીન ડ્રાઇવ યોજાશે. આ વિશેષ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો સહિત ગુજરાત વિધાનસભાના તમામ ૧૮૨ ધારાસભ્યઓ એકસાથે પ્રકૃતિ રક્ષાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરશે. જનપ્રતિનિધિઓની આ સામૂહિક ભાગીદારી રાજ્યભરના નાગરિકો માટે પર્યાવરણ જાળવણીનું ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
અત્યાધુનિક આપત્તિ વ્યવસ્થાપન સુવિધા 'ભીષ્મ ક્યુબ' (BHISHM Cube) ના ઉદ્ઘાટન સમારોહની પૂર્ણાહુતિ બાદ તરત જ આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રઓ, ધારાસભ્યરીઓ તેમજ ગૃહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી ગુજરાત ગ્રીન ગવર્નન્સ અને સાતત્યપૂર્ણ વિકાસના માર્ગે અગ્રેસર રહેવાનો દ્રઢ સંદેશ આપશે.
