Amit Shah In Gujarat:નવરાત્રિ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની 8 ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ કર્યું હતું.

સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અમિત શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વરદાયિની માતા મંદિર ખાતે માતાજીનાં દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે શાહના વરદ હસ્તે ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે માણસા ખાતે કુળદેવી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

