જાગરણ સ્પેશિયલઃ ગુજરાતમાં પહેલીવાર રોબોટે કર્યું આખી ઈવેન્ટનું સર્વેલન્સ, ગિફ્ટ સિટીમાં થયેલા B Praakના કોન્સર્ટમાં રોબોટની બોલબાલા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 13 May 2024 12:31 PM (IST)Updated: Mon, 13 May 2024 12:41 PM (IST)
robot-conducts-surveillance-at-b-praak-live-concert-in-gift-city-gandhinagar-gujarat-full-details

B Praak Concert at GIFT City: ટ્યુનલેન્ડ અને કોડી ટેક્નોલેબ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બોલિવૂડ સિંગર બી પ્રાકનો 11 મેએ અને વિશાલ મિશ્રાનો 12મેએ દરમિયાન મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. જેમાં કોડી ટેક્નોલેબેના AI બેઝ્ડ 3 એથેના રોબોટ દ્વારા આખી ઈવેન્ટનું સર્વેલન્સ કરાયું હતું, એટલું જ નહીં 2 ડેશર રોબોટ દ્વારા VIP એરિયામાં ફૂડ પણ સર્વ કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, કોડી ટેક્નોલેબના ચીફ માર્કેટિંગ મેનેજર નિરવ પંચાલે જણાવ્યું હતું કે, આ ગુજરાતની પહેલી એવી ઇવેન્ટ છે જેમાં રોબોટ દ્વારા સર્વેલન્સ અને ફૂડ સર્વ કરવામાં આવ્યું છે. સ્ટેજ પર એક અને તેની સેન્ટરમાં બે એથેના રોબોટ સર્વેલન્સ માટે મૂકાયા હતા. તો VIP એરિયામાં 2 ડેશર રોબોટ ફૂડ સર્વ કરવા માટે મૂકાયા હતા.

naidunia_image

AI બેઝ્ડ એથેના રોબોટની વિશેષતા
આ એક સિક્યોરિટી અને સર્વેલન્સ રોબોટ છે. જે મોલ્સ, એરપોર્ટ્સ અને પબ્લિક પાર્કિંગ જેવી જગ્યાએ સિક્યોરિટી અને સર્વેલન્સનું કામ કરે છે. તેમાં 360 ડિગ્રી કેમેરા લાગેલા હોવાથી તે અન્ય CCTV કેમેરા કરતાં જૂદો પડે છે. તે પોતાના ઓટોનોમસ રીતે ફરી શકે છે અને ઇન્સિડન્સનું રિપોર્ટિંગ કરી શકે છે. આ રોબોટ દ્વારા માનવ જીવનના અમૂલ્ય કલાકો વેડફાય છે અને CCTVના બ્લાઇન્ડ સ્પોટનું નિરાકરણ લાવી શકાય છે.

naidunia_image

ડેશર રોબોટની વિશેષતા
આ એક સર્વિંગ રોબોટ છે. જે રેસ્ટોરાં અને ફૂડ મોલ્સમાં સૌથી વધુ ઉપયોગી છે. કોવિડ મહામારી વખતે અમે આ રોબોટ બનાવ્યો હતો. જેથી હ્યુમન કોન્ટેક્ટ લેસ સર્વિસિસ રેસ્ટોરાં અને ફૂડ મોલ્સમાં પૂરી પાડી શકાય છે.