Global Trade Show: ટ્રેડ શોમાં મેડ ઇન ગુજરાત રોબોટનું લોકોને ઘેલું લાગ્યું, Kody ટેક્નોલેબે રજૂ કરેલાં રોબોટની કામગીરી જોઈ લોકો મંત્રમુગ્ધ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 12 Jan 2024 11:08 AM (IST)Updated: Fri, 12 Jan 2024 11:30 AM (IST)
vibrant-gujarat-2024-news-update-ai-robot-launched-by-kody-technolab-limited-at-global-trade-show-full-details

Vibrant Gujarat Summit 2024: ગાંધીનગર ખાતે ગત 10 તારીખથી વાઇબ્રન્ટ ગુજરાત 2024 યોજાઈ રહ્યો છે. જેમાં ટ્રેડ શોના એક્ઝિબિશન સેન્ટરમાં દેશ-દુનિયાની અલગ-અલગ કંપનીઓએ પોતાના પ્રોજેક્ટ અને પ્રોડક્ટ રજૂ કર્યા છે. ત્યારે ટ્રેડ શોમાં 10 નંબરના એક્ઝિબિશન હોલમાં ગુજરાતની કોડી ટેક્નોલેબ દ્વારા રજૂ કરવામાં આવેલાં રોબોટ લોકોને ખૂબ જ આકર્ષી રહ્યા છે. આ રોબોટની વિશેષતા અને વિશે કોડી ટેક્નોલેબના ચીફ માર્કેટિંગ મેનેજર નિરવ પંચાલે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024માં યોજાઈ રહેલાં ટ્રેડ શોના એક્ઝિબિશનના હોલ નંબર 10માં અમે અમારી કંપનીના પાંચ રોબોટ રજૂ કર્યા છે. અમે આ રોબોટ માર્કેટમાં લોન્ચ કર્યા છે.

naidunia_image

રોબોટ સ્કાંદા

  • આ ઇન્ડિયાનો સૌથી એડવાન્સ અને AI પાવર્ડ હ્યુમર્ન્ડ રોબોટ છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ ડિફેન્સ અને સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર થઈ શકે તેવી શક્યતા છે. અત્યારે તે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફેઝમાં હોવાથી તેની લેન્ગવેજ ટ્રેનિંગ અને અન્ય ઉપયોગ પર રિસર્ચ કરી રહ્યા છીએ.
naidunia_image

રોબોટ ડેશર

  • આ એક સર્વિંગ રોબોટ છે. જે રેસ્ટોરાં અને ફૂડ મોલ્સમાં સૌથી વધુ ઉપયોગી છે. કોવિડ મહામારી વખતે અમે આ રોબોટ બનાવ્યો હતો. જેથી હ્યુમન કોન્ટેક્ટ લેસ સર્વિસિસ રેસ્ટોરાં અને ફૂડ મોલ્સમાં પૂરી પાડી શકાય.
naidunia_image

એથેના રોબોટ

  • આ એક સિક્યોરિટી અને સર્વેલન્સ રોબોટ છે. જે મોલ્સ, એરપોર્ટ્સ અને પબ્લિક પાર્કિંગ જેવી જગ્યાએ સિક્યોરિટી અને સર્વેલન્સનું કામ કરે છે. તેમાં 360 ડિગ્રી કેમેરા લાગેલા હોવાથી તે અન્ય CCTV કેમેરા કરતાં જૂદો પડે છે. તે પોતાના ઓટોનોમસ રીતે ફરી શકે છે અને ઇન્સિડન્સનું રિપોર્ટિંગ કરી શકે છે. આ રોબોટ દ્વારા માનવ જીવનના અમૂલ્ય કલાકો વેડફાય છે અને CCTVના બ્લાઇન્ડ સ્પોટનું નિરાકરણ લાવી શકાય છે.
naidunia_image

રોબોટ વલ્કન

  • આ રોબોટ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ હેવી ડ્યુટી ક્લિનિંગ રોબોટ છે. જેનો ઉપયોગ ક્લિનિંગ અને સ્ક્રબિંગ કરવા માટે થાય છે. હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી અને મ્યુફ્રેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની જગ્યાએ તે આ રોબોટનો ખૂબ જ ઉપયોગ થાય છે.
naidunia_image

રોબોટ ટેલોસ

  • ટેલોસ એક રોબોટિક આર્મ્સ છે. જ્યાં ખૂબ જ જીણવટભર્યું કામ હોય ત્યાં ટેલોસ ખૂબ જ ઉપયોગી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.