વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાને ગાંધીનગરમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષા સંઘ અધિવેશનમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, ગુગલથી ડેટા મળી શકે છે પણ ડિસિઝન જાતેજ લેવો પડે છે. ટેક્નોલોજીથી ઇન્ફોર્મેશન મળી શકે છે પણ સાચો દૃષ્ટિકોણ શિક્ષક આપી શકે છે.
અખીલ ભારતિય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમે આટલા સ્નેહ સાથે મને અખિલ ભારતીય પ્રાઇમરી શિક્ષક સંઘના અધિવેશનમાં બોલાવ્યો એ બદલ હું તમારો આભારી છું. આઝાદીના અમૃતકાળમાં જ્યારે ભારત વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે તમામ શિક્ષકોની ભૂમિકા ઘણી મોટી છે. ગુજરાતમાં રહીને મારો પ્રાથમિક શિક્ષકો સાથે મળીને રાજ્યની સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાને બદલવાનો અનુભવ રહ્યો છે.
આ પણ વાંચો
એક સમયે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 40 ટકાની આસપાસ રહેતો હતો. આજે ત્રણ ટકાથી પણ ઓછો રહ્યો છે. આ ગુજરાતના શિક્ષકોના સહયોગથી જ સંભવ થયું છે. ગુજરાતમાં શિક્ષકો સાથે મારા જે અનુભવ રહ્યાં છે. તેને રાષ્ટ્રિય સ્તર પર નીતિઓ બનાવવામાં ઘણી મદદ કરી છે.
તેમણે વધુમાં કહ્યું છેકે, હું ગર્વથી કહી શકું છું કે હું એક આજીવન વિદ્યાર્થી છું. મે તમારી બધા પાસેથી સમાજમાં જે કંઇપણ થાય છે. તેને બારિકાઈથી ઓબ્ઝર્વ કરવાનું શિખ્યો છું. પ્રાથમિક શિક્ષકના અધિવેશનમાં હું એ અનુભવોમાંથી આજે તમારી સામે કંઇક કહેવામાં માગું છું. 21 સદીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા બદલાઈ રહી છે. શિક્ષક બદલાઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ પણ બદલાઈ રહ્યાં છે. તેવામાં આ બદલાતી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે આગળ વધીએ તે ઘણું મહત્વનું છે.
પહેલા શિક્ષકો પાસે ઇન્ફ્રાસ્ટ્ર્કચરનો અભાવ અને સાધનોનો અભાવ સહિતના પડકારો હતા ત્યારે વિદ્યાર્થીઓ તરફથી કોઇ પડકારો આવતા ન હતા. આજે શિક્ષકોને એ મુશ્કેલીઓ દુર થઇ રહી છે. આજના વિદ્યાર્થીઓની જીજ્ઞાસા માતા-પિતાની સાથે શિક્ષકો માટે એક પડકાર લઇને આવ્યા છે. આ વિદ્યાર્થી આત્મવિશ્વાસથી ભરેલા છે. નિડર છે. તેમનો સ્વભાવ 8 વર્ષનો વિદ્યાર્થી શિક્ષકને પડકાર ફેંકી શકે છે.
આ વિદ્યાર્થીઓ એવા પ્રશ્નો લઇને આવતા હોય છે કે તેનો જવાબ આપવો પણ મુશ્કેલ બની જાય છે. છાત્રો પાસે માહિતીના અનેક સ્ત્રોત હોય છે. તેમણે શિક્ષકોને અપડેટ રહેવા માટે પડકાર મુક્યો છે. આ પડકારોને એક શિક્ષક કેવી રીતે હલ કરે છે. તેના પર આપણી શિક્ષણ વ્યવસ્થા નિર્ભર કરે છે.
સૌથી શ્રેષ્ઠ રીત એ છેકે આ પડકારોને પર્સનલ અને પ્રોફેશનલ અવસર તરીકે જોવામાં આવે છે. તેને હલ કરવાની એક રીત એ છેકે શિક્ષણની સાથે સ્વયંને છાત્રના ગાઈડ અને મેન્ટર બનાવે છે. ગુગલથી ડેટા મળી શકે છે પણ ડિસિઝન જાતેજ લેવો પડે છે. એક ગુરુજ છાત્રને ગાઇડ કરી શકે છેકે પોતાની જાણકારીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરે. ટેક્નોલોજીથી ઇન્ફોર્મેશન મળી શકે છે પણ સાચો દૃષ્ટિકોણ શિક્ષક આપી શકે છે.
મારા પ્રાથમિક શિક્ષક અમને સાંજે સ્કૂલેથી ઘરે જતી વખતે હોમવર્ક સિવાયનું કામ સોંપતા હતા. ઘરેથી ઘઉં, મગ, તુવેરદાળ, ચણા વગેરે વસ્તુઓ મગાવતા હતા. દરેક વિદ્યાર્થી પાસેથી 10-10 દાણા મગાવતા હતા. ત્યારે દરેક વિદ્યાર્થીના દિમાગમાં 10નો આંકડો, ઘંઉ લાવવાના છે તે ફિક્સ થઇ જતું હતું. ક્લાસમાં અમે જ્યારે જતા ત્યારે બધુ ભેગું કરી દેતા અને તેમાંથી કહેતા હતા કે આમાંથી મગ અને ઘંઉ અલગ કરવા કહેતા હતા. જેનાથી બાળકને કલર, વસ્તુ ઓળખવા અને આંકડા યાદ રહેતા હતા. બીજા વર્ષે પણ આવું કરાવ્યું પરંતુ એ વખતે આંખે પાટા બાંધીને સ્પર્શથી વસ્તુ ઓળખવા શીખવ્યું હતું.
આ એક એક્ટિવિટીથી અમને ઘણો ફાયદો થયો. તેનાથી અમને રંગ, આંકડા, દાળો અંગે જાણવા મળ્યું. આ રીતે પ્રેક્ટિલ જ્ઞાન સાથે ભણાવતા હતા. પ્રેક્ટિકલ સાથે ભણતર આ જ નેશનલ એજ્યુકેશન પોલિસીની મૂળ ભાવના છે અને તેને જમીન પર ઉતારવાની જવાબદારી તમારે નિભાવવાની છે.
