Gold Imports Update: સોનાની આયાત સપ્ટેમ્બરમાં 81.27 ટકા ઘટી, ચાંદીની ઈમ્પોર્ટ પણ 49 ટકા ઘટી

એપ્રિલ-સપ્ટેમ્બર 2026-2027 દરમિયાન સોનાની આયાત 27.32 ટકા ઘટી 19.27 બિલિયન ડોલર જ્યારે ચાંદીની આયાત 25.17 ટકા ઘટી 2.40 બિલિયન ડોલર થઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 10:02 PM (IST)Updated: Thu, 15 Oct 2026 10:19 PM (IST)
gold-imports-contract-8127-pc-silver-by-4911-pc-in-september-2026

Gold-Silver Imports Update:સરકારે સોના પર કસ્ટમ ડ્યુટી (Customs Duty On Gold)માં તીવ્ર વધારો કર્યાં બાદ સપ્ટેમ્બર મહિનામાં સતત બીજા મહિને 81.27 ટકા ઘટી 1.8 અબજ ડોલર થઈ છે, તેમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં જણાવાયુ છે.

સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન ચાંદીની આયાત (Silver Imports) પણ સતત બીજા મહિને 49.11 ટકા ઘટી 665.08 મિલિયન ડોલર થઈ છે.અત્રે ઉળ્લેખનીય છે કે સરકારે 13 મે 2026ના રોજ કિંમતી ધાતુ પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને પશ્ચમ એશિયા કટોકટી વચ્ચે સોનાની ખરીદી મુલત્વી રાખવા અપીલ કરી હતી.

એપ્રિલ-સપ્ટેમ્બર 2026-2027 દરમિયાન સોનાની આયાત 27.32 ટકા ઘટી 19.27 બિલિયન ડોલર જ્યારે ચાંદીની આયાત 25.17 ટકા ઘટી 2.40 બિલિયન ડોલર થઈ હતી. સ્વીત્ઝર્લેન્ડ સોનાની આયાતનો સૌથી મોટો સ્રોત છે, જે આશરે 40 ટકા હિસ્સેદારી ધરાવે છે. ત્યારબાદ UAE આશરે 16 ટકા અને દક્ષિણ આફ્રિકા 10 ટકા હિસ્સો ધરાવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની કૂલ આયાતમાં સોના-ચાંદીની આયાતનો 5 ટકા હિસ્સો છે.સ્વીત્ઝર્લેન્ડમાંથી થતી કૂલ આયાત 74.63 ટકા ઘટી 893.2 મિલિયન ડોલર સપ્ટેમ્બરમાં થઈ હતી. ચીન બાદ ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો સોનાનો વપરાશકર્તા છે. ખાસ કરીને જ્વેલરી ઈન્ડસ્ટ્રી દ્વારા સોનાની માંગ રહેતી હોય છે.